નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદના મામલા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. સ્વામીએ કહ્યું કે, ઓવૈસીએ કાયદાને વાંચ્યો છે. તેમને કાયદાની ડિગ્રી પણ મળેલી છે. જ્યારે તે કહે છેકે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાવવાથી Places of Worship Act નું ઉલ્લંઘન થાય છે તો તે લોકોને ગેરમાર્ગે દોરે છે. કાયદાનો આની સાથે કોઈ સંબંધ નથી. જ્યારે કોઈ મસ્જિદ કે મંદિરને તોડવામાં આવશે ત્યારે આ કાયદાનો ઉલ્લેખ કરી શકાય છે. આ ગેરકાયદેસર નથી. કોર્ટે આ મામલામાં નિર્દેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા સ્વામીએ કહ્યુ કે, જ્ઞાનવાપી સર્વેનો વિરોધ સર્વોચ્ચ કોર્ટમાં જઈને કરી શકાય છે અને તે ગયા પણ છે. જ્યારે તે કોર્ટમાં કહેશે કે Places of Worship Act ના કાયદાનું ઉલ્લંઘન થયું છે તો કોર્ટમાં બધા હસવા લાગશે. ઓવૈસીની વાત પાયાવિહોણી છે તેમ સ્વામીએ કહ્યુ હતું. સર્વે કોર્ટના નિર્દેશ પર થયો છે. ત્યાં ગમે તે આવી જઈ શકે છે. 


જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં પીએમ નરેન્દ્ર મોદીના મૌન પર સ્વામીએ કહ્યુ કે, કોર્ટના મામલા પર પીએમ શું બોલે? હું તે નથી કહેતો કે પીએમ ન બોલી શકે, પરંતુ આ મામલો તેમના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો નથી. તેમાં કોર્ટે આદેશ આપ્યો. પછી સર્વે થયો અને કોઈ નુકસાન ન થયું તો તેમાં પીએમ શું બોલશે. જો પીએમ બોલે તો તે માંગ હશે કે સંસદમાં બિલ પાસ કરી Places of Worship Act ને રદ્દ કરવામાં આવે. હાલમાં તેમણે ન બોલીને બરાબર કર્યુ છે. 


જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ મામલે નવી અરજી દાખલ


ચૂંટણી પહેલા માહોલ બનાવવાના પ્રયાસ પર સ્વામીએ કહ્યુ કે, જ્યારે હું સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર ચર્ચા કરી રહ્યો હતો ત્યારે પણ આ વાત કહેવામાં આવી હતી, પરંતુ નિર્ણય તો ચૂંટણી બાદ આવી ગયો. હવે તમે કહી રહ્યાં છો કે અન્યાય થયો છે. અન્યાય તો થયો જ છે. ઔરંગઝેબનું ઉરમાન છે. તે ફરમાનમાં એટલા આરોપ લગાવવામાં આવ્યા કે તેને જોઈને ગમે તે હિન્દુ દુખી થશે. હિન્દુ તો શાંતિથી રહે છે. હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV