નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધારે એક વિવાદિત નિવેદન આપીને સરકાર માટે નવી સમસ્યા પેદા કરી દીધી છે. સ્વામીએ કહ્યું કે, મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજો ઘટાડવો જોઇએ. દેશમાં ઉચ્ચ આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આવકવેરા નાબુદ કરવાની પહેલ મોદી સરકારે કરવી જોઇએ. સ્વામીએ કહ્યું કે, ઉદ્યોગની શરૂઆતનાં સમયમાં જ ટેક્સની જે પ્રક્રિયા છે તે યુવા ઉદ્યોગપતિઓ માટે ખુબ જ પિડા દાયક છે. યુવા ઉદ્યોગપતિઓને આ સરકારી કનડગત અટકાવવી જોઇએ. ઉપરાંત ટેક્સ નાબુદ થવાથી ઉદ્યોગની બચત વધશે અને આવકમાં વધારો થશે જેનાં કારણે તેઓ રોકાણમાં પણ વધારો કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બચતો વધવાથી સ્પષ્ટ રીતે રોકાણ પણ વધશે. અપ્રત્યક્ષ તમામ કર નાબુદ કરવામાં આવવા જોઇએ. હાલમાં જ ભારતીય એક્ઝીબિશન ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓપન સેમિનારમાં ફ્યુચર ઓફ ઇન્ડિયા ઇન ધ ઇમર્જિંગ વર્લ્ડનાં કાર્યક્રમમાં વક્તવ્ય આપતા તેમણે જણાવ્યું કે, કોલસા અને સ્પેક્ટ્રમની હરાજીથી જ સરકારને થનારી ખોટ સરભર થઇ શકે છે. આવક વેરો નાબુદ થવાથી સરકારને જે નુકસાન જશે તે સ્પેક્ટ્રમ અને અન્ય કુદરતી સંસાધનોની હરાજી દ્વારા પુરાઇ શક છે. 

સ્વામીએ વધારેમાં જણાવ્યું કે, સરકારે પોતાની પાસે રહેલા તમામ કુદરતી અને કૃત્રીમ સંસાધનોની હરાજી કરવી જોઇએ. બેરોજગારી અને ગરીબોની સમસ્યાને ઉકેલવા માટે દેશે આ પદ્ધતીનો ઉપયોગ કર્યા સિવાય છુટકો નથી. યુવાનોની માનસિકતામાં પણ પરિવર્તન ખુબ જ જરૂર છે. યુવાનો કારકિર્દીમાં સ્થિરતા મળવવાનાં બદલે જોખમ લેવા અંગે વિચારતા થાય તેવું સરકારે કરવું પડશે. આજનો યુવાન માત્ર પોતાનું ફ્યુચર સ્ટેબલ કરવા સુધીની જ સંકુચીત વિચાર ધારા ધરાવે છે. તે મુક્ત માનસિકતા ધરાવતો થાય તેવું કરવાની જવાબદારી પણ સરકારની છે.