સાદગીની મિસાલ: પતિ-પત્ની બંને IAS ઓફિસર, છતાં પુત્રનું કરાવ્યું આંગણવાડીમાં એડમિશન
આઈએએસના પદના રૂતબાથી કોણ પરિચિત નહીં હોય. પરંતુ કેટલાક આઈએએસ ઓફિસરો એવા પણ હોય છે જેમના માટે કહેવું પડે કે સાદગી હોય તો આવી...આવા જ એક આઈએએસ કપલ છે સ્વાતિ શ્રીવાસ્તવ ભદૌરિયા અને નીતિન ભદૌરિયા. આ જોડી તેમના કામને લઈને તો ખુબ ચર્ચામાં હોય છે. નીતિન ભદૌરિયાએ સ્વાતિ માટે ડીએમ પદ સુદ્ધા છોડ્યું હતું. ત્યારબાદ બંનેનું ભાગ્ય પલટાયું અને પતિ પત્ની બંને પછી તો ડીએમ બની ગયા.
Success Story: આઈએએસના પદના રૂતબાથી કોણ પરિચિત નહીં હોય. પરંતુ કેટલાક આઈએએસ ઓફિસરો એવા પણ હોય છે જેમના માટે કહેવું પડે કે સાદગી હોય તો આવી...આવા જ એક આઈએએસ કપલ છે સ્વાતિ શ્રીવાસ્તવ ભદૌરિયા અને નીતિન ભદૌરિયા. આ જોડી તેમના કામને લઈને તો ખુબ ચર્ચામાં હોય છે. નીતિન ભદૌરિયાએ સ્વાતિ માટે ડીએમ પદ સુદ્ધા છોડ્યું હતું. ત્યારબાદ બંનેનું ભાગ્ય પલટાયું અને પતિ પત્ની બંને પછી તો ડીએમ બની ગયા.
આ બ્યૂરોક્રેટ કપલે તેમના પુત્રનું એડમિશન મોંઘા પ્રાઈવેટ સ્કૂલની જગ્યાએ આંગણવાડી કેન્દ્રમાં કરાવીને ઉદાહરણ રજૂ કર્યું હતું. પુત્રનું એડમિશન આંગણવાડી કેન્દ્રમાં કરાવવા માટે આઈએએસ સ્વાતિ ભદૌરિયા પોતે ત્યાં પહોંચ્યા હતા. આ વાત થોડા સમય પહેલાની છે.
નીતિન ભદૌરિયા 2011 બેચના આઈએએસ ઓફિસર છે. જ્યારે સ્વાતિ ભદૌરિયા 2012 બેચના છે. પહેલા પ્રયત્નમાં સ્વાતિનું સિલેક્શન એક નંબરની કમીના કારણે થઈ શક્યું નહતું. ત્યારબાદ વર્ષ 2012માં તેઓ ઓલ ઈન્ડિયા 74માં રેંક સાથે છત્તીસગઢ કેડરના આઈએએસ બન્યા.
નીતિન ભદૌરિયા સાથે લગ્ન
આઈએએસ બન્યા બાદ સ્વાતિ ભદૌરિયા અને નીતિન ભદૌરિયાએ લગ્ન કર્યા. લગ્ન બાદ સ્વાતિએ છત્તીસગઢ કેડરથી ઉત્તરાખંડ કેડરમાં ટ્રાન્સફર લઈ લીધુ. આ જોડીએ હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે. નીતિન ભદૌરિયા 2016માં પિથૌરાગઢના ડીએમ બન્યા હતા પરંતુ તે સમયે તેમના પત્ની સ્વાતિ પ્રેગ્નન્ટ હતા. જેના કારણે તેમણે ડીએમ પદ છોડ્યું હતું. ત્યારબાદ તેમને એસડીઓ બનાવવામાં આવ્યા. જો કે ત્યારબાદ 2018માં પતિ અને પત્ની બંનેને ડીએમ પદ મળ્યું. સ્વાતિ ભદૌરિયાને ચમોલી જિલ્લાના ડીએમ બનાવવામાં આવ્યા. જ્યારે નીતિન ભદૌરિયા અલ્મોડા જિલ્લાના ડીએમ બન્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube