મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ત્રંબકેશ્વર પાસે એક નાનું ગામ છે મહિરાવાણી. આ ગામના મોટાભાગના ખેડૂતો ખેતી કરે છે. કેટલાક લોકો એવા પણ છે જે પશુપાલન કરીને દૂધ વેચે છે. મહિરાવાણીના આવા જ એક રહીશોમા એક છે ગણપત ખંડબહાલે. જેમની ઓળખ એક આઈપીએસ અધિકારીના પિતા તરીકે છે. જો કે તેમને પોતે એ વાત પર વિશ્વાસ નહતો કે તેમનો પુત્ર ઉમેશ એક દિવસ આઈપીએસ અધિકારી  બની જશે અને તેનું એક કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2001ની વાત છે જ્યારે ઉમેશએક બોર્ડિંગ સ્કૂલમાં ભણતા હતા અને તેમણે 10મું ધોરણ પાસ કર્યું હતું. 12માં ધોરણમાં અંગ્રેજીની પરીક્ષામાં તેઓ ફેલ થયા હતા. તેમને અંગ્રેજીમાં માત્ર 21 માર્ક આવ્યા હતા. ઉમેશને મોટો ઝટકો લાગ્યો. બોર્ડિંગ સ્કૂલ છોડીને ઘરે આવી ગયા. તેમણે પિતા સાથે દૂધનો ધંધો અને ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ રોજ ગામડામાંથી દૂધ ભેગુ કરતા હતા અને તેને વેચવા માટે નાસિકના બજારમાં જતા હતા. 


એક નિર્ણયે જિંદગી બદલી
આ બધા વચ્ચે તેમના જીવનમાં એક એવો પણ સમય આવ્યો જેણે ધરમૂળથી જીવન બદલી નાખ્યું. નાસિકનો રસ્તો યશવંતરાવ ચૌહાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી (YCMOU)ના પરિસરમાં થઈને પસાર થતો હતો. એક દિવસ ઉમેશ પરિસરમાં થોભ્યા અને અધિકારીઓને યુનિવર્સિટી વિશે પૂછી એક નિર્ણય લીધો. તેમણે આ યુનિવર્સિટીમાં એડમિશન લીધુ અને 2005માં આખરે 12મું પાસ કરી લીધુ. ત્યારબાદ પુણે યુનિવર્સિટીના કેટીએચએમ કોલેજથી બીએ, બીએડ અને એમએ કર્યું. 


આટલેથી ઉમેશ અટક્યા નહીં અને યશવંરાવ ચૌહાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીથી બાગબાનીમાં ડિપ્લોમાં કોર્સ કર્યો. આ બધા વચ્ચે એમએ કર્યા બાદ તેમને કોઈની પાસેથી યુપીએસસી વિશે ખબર પડી. શરૂઆતમાં તેમણે ત્રણથી ચાર મહિના સુધી યુપીએસસીનું બેઝિક ટ્યુશન લીધું ત્યાબાદ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે દિલ્હી આવી ગયા. જો કે અહીં આવીને તેમણે બે વાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. 


ત્રીજા પ્રયત્નમાં મળી સફળતા
વર્ષ 2012માં ઉમેશે પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી પરંતુ નિષ્ફળતા મળી. બીજા વર્ષે તેઓ ફરીથી પરીક્ષામાં બેઠા પરંતુ આ વખતે પણ પરિણામમાં ફરક ન પડ્યો. એક બાદ એક એમ બે વાર નિષ્ફળતા મળી પરંતુ ઉમેશની હિંમત ન તૂટી. તેમણે વર્ષ 2014માં ત્રીજીવાર પરીક્ષા આપી અને આ વખતે મેરિટ લિસ્ટમાં તેમનું નામ આવી ગયું. ઉમેશને ઓલ ઈન્ડિયા રેંક 704 મળ્યો. 


બન્યા આઈપીએસ
ઉમેશના રેંકિંગના આધારે તેમને પશ્ચિમ બંગાળ કેડેર હેઠળ આઈપીએસ પસંદ કરાયા. ટીઓઆઈના રિપોર્ટ મુજબ તેમના પરિણામ બાદ ઉમેશના પિતા ગણપત ખંડબહાલેએ જણાવ્યું હતું કે જે છોકરો અંગ્રેજીમાં 12માં ધોરણમાં જ ફેલ થઈ ગયો તેની આ સફળતા એક મોટી ખુશી આપનારી છે. તેણે પોતાા માટે, અમારા પરિવાર, અને અમારા ગામ માટે એક મોટો મુકામ મેળવ્યો છે. ઉમેશ તેમના ગામમાં આઈપીએસ બનનારા પહેલા વ્યક્તિ છે. 


તેમણે પોતાની સફળતા પર કહ્યું હતું કે મને એ વાતનું દુખ છે કે મને YCMOU વિશે જાણવામાં બે વર્ષ લાગી ગયા. 12મા ધોરણમાં મારી નિષ્ફળતા અહીં બાધા બની નહીં. મને સરળતાથી અહીં એડમિશન મળી ગયું. મે મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટગ્રેજ્યુએશનનો અભ્યાસ ફક્ત અંગ્રેજીમાં જ પૂરો કરવાની કોશિશ કરી કારણ કે આ જ વિષય હતો જેમાં હું નિષ્ફળ રહ્યો હતો. મે મારું બધુ શિક્ષણ મારા પિતા સાથે કામ કરતા  જ પૂરું કર્યું.