Pushpa Dialogue On Answer Sheet: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની બોક્સ ઓફિસ પર હિટ રહેલી ફિલ્મ 'પુષ્પા' નો જાદુ હજુ પણ લોકો પર છવાયેલો છે. સોશિયલ મીડિયામાં અનેક રિલમાં પુષ્પા ફિલ્મનો ડાયલોગ જોવા મળી રહ્યો છે. તેવામાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ફિવર હજુ લોકોના મનમાંથી ખતમ થયો નથી. આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારથી જ તેના ગીતો અને ડાયલોગે લોકોના દિલ-દિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે કે દરેક વ્યક્તિ ફિલ્મના ગીતો અને ડાયલોગની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. લગ્ન હોય કે પાર્ટી, દરેક જગ્યાએ લોકો શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ, આ વાત વાસ્તવિક દુનિયામાં ક્યારે આવી તે જાણી શકાયું નથી. સમાચાર છે કે ધોરણ 10માં ભણતા એક બાળકે કંઈક એવું કર્યું છે જેનાથી તમારું મન પણ હચમચી જશે. વાસ્તવમાં, બાળકે તેની ધોરણ.10ની ઉત્તરવહીમાં લખ્યું – પુષ્પા, પુષ્પા રાજ… અપુન લિખેગા નહી.. લો કરી લો વાત....


આન્સર શીટ પર લખી નાંખ્યું પુષ્પા ફિલ્મનો ડાયલોગ
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલોના મતે, આ મામલો પશ્ચિમ બંગાળનો બતાવવામાં આવી રહ્યો છે. જોકે, તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી. સોશિયલ મીડિયા પર આન્સર શીટનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, તેમાં મોટા મોટા અક્ષરોમાં લખ્યું છે- પુષ્પા, પુષ્પા રાજ.... અપુન લિખેગા નહીં...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube