મુંબઇ: મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી દ્વારા ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ પાર્ટી આજે મમામહિમ રાજ્યપાલને જવાબ આપવાની રણનીતિ નક્કી કરવામાં લાગી ગઇ છે. કાર્યવાહક મુખ્યમંત્રી ફડણવીસના નેતૃત્વમાં ભાજપ કોર કમિટીની બપોરે 12 વાગે બેઠક થઇ હતી. બેઠકમાં નવી સરકાર બનાવવા ગર્વનરના આમંત્રણ પર ભાજપને નિર્ણય લેવાનો હતો. પરંતુ બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતા સુધી મુનગંટીવારે જણાવ્યું કે અમે સાંજે 4 વાગે ફરી બેસીશું અને ગર્વનરના આમંત્રણ પર નિર્ણય લઇશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ નેતાએ કહ્યું કે રાજ્યપાલે સૌથી મોટો પક્ષ હોવાના નાતે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. અમે 4 વાગે ફરી બેઠક કરીશું અને રાજ્યપાલના આમંત્રણ પર કોઇ પરિણામ પર પહોંચીશું. તમને જણાવી દઇએ કે સરકાર બનાવવાની તૈયારીને લઇને રાજભવનને સોમવારે સાંજ સુધી પાર્ટીની મંશાની જાણકારી આપવાનો સમય નક્કી કર્યો છે.


સંજય રાઉતે કહ્યું કે 'રાજ્યપાલે શનિવારે ભાજપને આમંત્રણ આપ્યું હતું સરકાર બનાવા માટે. અમ વારંવાર કહીએ છીએ કે રાજ્યની અસ્થિરતાને ખતમ કરવાની છે. ભાજપ સત્તામાં રહી છે અને 15 દિવસ સુધી મોટી પાર્ટી હોવાના નાતે સરકાર બનાવવા માટે પગલાં ભરીશું અને રાજ્યપાલે પગલુંભર્યું છે અને તેનું અમે સ્વાગત કરીએ છીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube