શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. સુખબીર સિંહ બાદલે દાવો કર્યો છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સના પ્લેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. તેમના જણાવ્યાં મુજબ એરલાઈન્સે આ પગલું એટલા માટે ભર્યું કારણ કે સીએમ માને ખુબ દારૂ પીધો હતો અને તેઓ ઊભા પણ રહી શકતા નહતા. બાદલે આ દાવો મીડિયા રિપોર્ટ્સના આધારે કર્યો. બીજી બાજુ આમ આદમી પાર્ટીના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની હેડ ચંદર સુતા ડોગરાએ કહ્યું કે 'ચીફ મિનિસ્ટરની તબિયત સારી નહતી. આથી તેમણે ભારત પાછા ફરવા માટે ફ્રેન્કફર્ટથી બીજી ફ્લાઈટ લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ભગવંત માન હાલમાં જ જર્મની ગયા હતા. હવે સુખબીર બાદલે ટ્વીટ કરીને કહ્યું કે સાથેના મુસાફરોના હવાલાથી ચોંકાવનારા મીડિયા રિપોર્ટસ સામે આવ્યા છે. જે મુજબ પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સમાંથી ઉતારી મૂકાયા હતા. કારણ કે તેમણે ખુબ દારૂ પીધો હતો. જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી. તેમણે કહ્યું કે આ રિપોર્ટ પંજાબીઓને દુનિયાભરમાં શરમિંદા કરનારો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube