વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પહેલાં એકવાર આ રાજનીતિના આ ખેલાડી વિશે જાણી લેજો
The story of Unsung hero sukumar sen: આમને કોગ્રેંસ સાથે કોઈ લેવા દેવા નથી પણ જો કોંગ્રેસ હારશે તો આમના માથે ફોડશે થિકરું
નવી દિલ્લીઃ 5 વિધાનસભા ચૂંટણીના પરિણામો જાણવા માટે દરેક લોકો બેચેન છે. પરંતુ ચૂંટણીના પરિણામો જાણતા પહેલા, તમારે આ હીરો વિશે પણ જાણવું જોઈએ જેમણે તમારા મતના અધિકારનો ઉપયોગ કરવાનું ખૂબ સરળ બનાવ્યું. આ સમયે દરેક લોકો ચૂંટણીના પરિણામોની અટકળોમાં વ્યસ્ત છે. સામાન્ય માણસથી લઈને ન્યૂઝ ચેનલો સુધી દરેક જણ કયા રાજ્યમાં કોની સરકાર આવશે તેના પર પોતાનો અભિપ્રાય અને આગાહી કરવામાં વ્યસ્ત છે. પરંતુ શું તમે જાણો છો કે જે ચૂંટણીના પરિણામો હમેશા સસ્પેન્સ હોય છે તે શોધવામાં કોણે કરી હતી.
આજે આપણે જે ચૂંટણી પ્રણાલીનું પાલન કરીએ છે તેને સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા હતી પ્રથમ ચૂંટણી કમિશનરની સુકુમાર સેનની. જેઓ બુદ્ધિમત્તામાં તેજસ્વી હતા અને ગણિતના રાજા હતા, તેઓ ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા.
ભારતીયોમાં જુસ્સો હતો-
આઝાદી પછી જ્યાં એક તરફ ભારતની પ્રજામાં જોમ અને જુસ્સો હતો, તો બીજી તરફ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા રાજકારણ સાથે જોડાયેલા અધિકારીઓ પર પણ સ્વતંત્ર ભારતને સંભાળવાની અને તેને સાચવવાની મોટી જવાબદારી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે ચૂંટણી પ્રણાલીની રચના કરવી સરળ ન હતી. તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ બનાવનાર સેન પ્રથમ પદ્મ ભૂષણ મેળવનારાઓમાંના એક હતા.
સુકુમાર સેને લીધી હતી જિમ્મેદારી-
સ્વતંત્ર ભારત માટે સુકુમાર સેન એવા રત્ન સાબિત થયા, જેમની ચમક આજના ભારતમાં ક્યાંકને ક્યાંક ઝાંખી પડી ગઈ છે. તમને જણાવી દઈએ કે તે સમયે લોકોને ચૂંટણીમાં વોટિંગનું મહત્વ સમજાવવા માટે ફિલ્મ અને રેડિયોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સેનના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પંચ અને ICS અધિકારીઓની ટીમે પણ ભારતના દરેક ઘરના પુખ્ત વયના લોકોને મત આપવા માટે સમજાવ્યા હતા.
અંતે મળી મોટી સફળતા-
સુકુમાર માટે ઓછી ભણેલી વસ્તીનો સામનો કરવો એ એક મોટો પડકાર હતો. મહિલાઓની યોગ્ય ઓળખના અભાવે સેનને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તમામ પડકારોનો સામનો કરીને સુકુમાર સેને એક એવી સરળ પદ્ધતિ તૈયાર કરી જેમાં ઓછું ભણેલા લોકો પણ પક્ષોના ચૂંટણી ચિન્હ દ્વારા પક્ષોને સરળતાથી ઓળખી શકે અને પોતાનો મત આપી શકે.
આ અનસંગ હીરો વિશે દેશ વિદેશમાં ચર્ચાઓ થઈ હતી-
તમમે આ અનસંગ હીરોના વ્યક્તિત્વનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે સુદાન દ્વારા 1953માં તેમની પ્રથમ સંસદીય ચૂંટણી યોજવા માટે સુકુમારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.