ઉનાળો અને લગ્નગાળો આવતા રેલવે વિભાગે લીધો નિર્ણય, મુસાફરોને થશે મોટો લાભ
Indian Railways: લગ્નગાળો અને ઉનાળો આવતા રેલવે વિભાગે નિયમમાં કર્યો મોટો બદલાવ. રેલવે તંત્રના આ એક નિર્ણયથી લાખો મુસાફરોને થવાનો છે મોટો લાભ.
Indian Railways: હાલ એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. તો બીજી તરફ લગ્નગાળો પણ શરૂ થઈ ચુક્યો છે. કોઈ વેકેશનમાં જવાની તૈયારી કરી રહ્યું છે. તો કોઈ લગ્નગાળામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં રેલવેના મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. જો તમે પણ રેલવેમાં મુસાફરીનો પ્લાન કરી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના બની શકે છે. કારણકે, ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો રેલવેમાં પ્રવાસ કરતા હોય છે. ત્યારે ઘણાં મુસાફરોને ગાડીઓ ઓછી હોવાને કારણે, ટ્રેનની ફિકવન્સી ઓછી હોવાને કારણે વેઈટિંગમાં બેસી રહેવાનો વારો આવે છે. કાંતો પછી ઘણાં મુસાફરો કંટાળીને રેલવેની સસ્તી મુસાફરીને બદલે ટ્રાવેલ્સની મોંઘી મુસાફરીમાં જવાનો વિકલ્પ પસંદ કરે છે.
લગ્ન અને ઉનાળાની રજાને લઇ રેલવે વિભાગનો મોટો નિર્ણયઃ
ઉનાળાની રજાઓ અને લગ્નની સીઝન શરૂ થઇ રહી છે. ત્યારે ટ્રેનમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભીડને ધ્યાનમાં રાખીને ભાવનગર રેલવે ડિવિઝનથી દોડતી પાંચ જોડી ટ્રેનોની ફ્રિકવન્સી જૂન મહિના સુધી લંબાવવામાં આવી છે. જેને કારણે મુસાફરોને પડતી અગવડતા દૂર થશે. સાથે જ મુસાફરોને પ્રાઈવેટમાં મોંઘી મુસાફરી નહીં કરવી પડે.
આ ટ્રેનોમાં કરવામાં આવ્યો મોટો બદલાવઃ
1. ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા ટ્રેન 29.06.2024 સુધી ચાલશે અને ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર ટ્રેન 30.06.2024 સુધી ચાલશે.
2. ટ્રેન નંબર 09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 29.06.2024 સુધી ચાલશે.
3. ટ્રેન નંબર 09212/09211 બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન 29.06.2024 સુધી ચાલશે.
4. ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી દર શુક્રવારે ચાલતી બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક ટ્રેન 28.06.2024 સુધી ચાલશે.
5. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન જે દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડે છે તે 27.06.2024 સુધી ચાલશે.
6. ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન 29.06.2024 સુધી ચાલશે.
ઉનાળાની રજાઓ અને લગ્નની સીઝનમાં ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે ડિવિઝનમાંથી દોડતી 5 જોડી ટ્રેનોની ફ્રિકવન્સી જૂન મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. પહેલા સમય મર્યાદા માર્ચ 2024 તરીકે નક્કી કરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના સીનિયર અધિકારીએ આ માહિતી આપી હતી.