નવી દિલ્હી: ગ્રહોની માણસ પર સારી નરસી અસરો થતી હોય છે, ત્યારે ગ્રહોના રાજા સૂર્ય એ આજે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. સૂર્યદેવ 22 જૂને સવારે 11.42 કલાકે આર્દ્રા નક્ષત્રમાં બિરાજમાન થયા છે. સૂર્ય હવે 6 જુલાઈ સુધી આ નક્ષત્રમાં રહેશે. સૂર્ય હાલમાં મિથુન રાશિમાં બુધની રાશિમાં છે. જ્યોતિષીઓનું કહેવું છે કે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન અનેક રાશિના લોકોનું ભાગ્ય રોશન કરનારું છે. સૂર્ય અર્દ્રા નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ ત્રણ રાશિના દિવસો બદલાઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યનું નક્ષત્ર પરિવર્તનનું મહત્વ
હિન્દુ ધર્મમાં સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે તે દરમિયાન ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુની પુજા કરવાથી લાભ મળે છે. તે દરમિયાન ભગવાનને ખીર-પુરી અને કેરીનો ભોગ લગાવવો ઉત્તમ માનવામાં આવે છે. 


આ ત્રણ રાશિઓને લાભ
મિથુન
- સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી મિથુન રાશિના જાતકોનું વિશેષ લાભ થશે. આર્થિક મોર્ચે મજબૂત થશે. નવા કાર્ય શરૂ કરવા માટે આ સમય ખુબ જ શાનદાર છે. પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટની પ્રબળ સંભાવનાઓ બનશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. ભાગ્યનો પુરેપુરો સાથ મળશે.


સિંહ
- સિંહ રાશિના જાતકો માટે પણ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ફળદાયી છે. તમારા લાંબા સમયથી રોકાયેલા કાર્ય પુરા થશે. કાર્યસ્થળ પર પ્રમોશન અને પ્રશંસા બંનેનો યોગ છે. કોઈ નવું કામ શરૂ કરવા અથવા નવું વાહન ખરીદવા માટે પણ સમય ખૂબ જ સારો છે. આ રાશિ પરિવર્તન પછી તમારા શત્રુઓની વ્યૂહરચના નિષ્ફળ જશે.


કન્યા રાશિ
- કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થવાનું છે. આવકના સ્ત્રોત વધશે. તમને મહેનતનું પૂરતું ફળ મળવાનું છે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓને પણ આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube