નવી દિલ્હીઃ પોતાની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલામાં કોર્ટ દ્વારા સમન્સ આપ્યા બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે નિવેદન જારી કરીને પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું, જેટલું હું જાણું છું, કોર્ટે મારા નામનું સમન્સ જારી કર્યું છે અને મને 7 જુલાઇ 2018, શનિવારે હાજર થવા કહ્યું છે. થરૂરે આગલ કહ્યું, હું તે વાત તરફ તમામનું ધ્યાન અપાવવા ઈચ્છું છું કે શરૂઆતથી જ મેં તપાસ ટીમને પૂરો સહયોગ કર્યો છે અને સતત કાયદાકિય પ્રક્રિયાનું પાલન કરતો આવ્યો છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાનો પક્ષ સામે રાખતા તેમણે લખ્યું, હું મારી સ્થિતિને ફરીવાર કહેવા માંગુ છું કે, મારા પર લાગેલા તમામ આરોપ નિરાધાર અને નિરર્થક છે. મારા વિરુદ્ધ આ દુર્ભાવનાપૂર્ણ અને બદલાની કાર્યવાહીનો પ્રયાસ છે. હું આ આરોપોનો સામનો કરીશ અને મને વિશ્વાસ છે કે, અંતે ન્યાયિક પ્રક્રિયાના માધ્યમથી સત્ય તમામની સામે આવશે. 



થરૂરે મીડિયાને પોતાની પ્રાઇવેસીનું સન્માન કરવાની પણ વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હી પોલીસે 3000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, જેના આધાર પર કોર્ટે થરૂરને આરોપી માન્યો. આ મામલામાં ઘણીવાર કોંગ્રેસ નેતાની દિલ્હી પોલીસ પૂછપરછ પણ કરી ચૂકી છે. કોર્ટે તે પણ કહ્યું કે, સુનંદા પુષ્કરના મોતના મામલામાં થરૂર પર કેસ ચલાવવાના પર્યાપ્ત આધાર હાજર છે.