નવી દિલ્હીઃ સુન્ની વકફ બોર્ડે અયોધ્યા ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન નહીં કરવાનો આજે (26 નવેમ્બર) નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો ચૂકાદો આપ્યો હતો, જેમાં જે સ્થળે બાબરી મસ્જિદ હતી ત્યાં રામ મંદિર બાંધવાનો અને મુસ્લિમ પક્ષને મસ્જિદ બાંધવા માટે અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા સાથે વાત કરતા સુન્ની વકફ બોર્ડના સભ્ય અબ્દુલ રઝ્ઝાક ખાને જણાવ્યું કે, સંસ્થાના 7માંથી 6 સભ્યોએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે રિવ્યુ પીટિશન નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે, સંસ્થામાં બહુમત સભ્યો રિવ્યુ પીટિશન નહીં દાખલ કરવાની તરફેણમાં હતા. 


ટ્રાફિકનો નિયમ તોડ્યો તો સોશિયલ મીડિયા પર વાયરલ થશે તમારો ફોટો, જરૂર વાંચો આ સમાચાર


અહીં યાદ કરાવી દઈએ કે, 17 નવેમ્બરના રોજ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે(AIMPLB) જાહેરાત કરી હતી કે તેઓ અયોધ્યા ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન દાખલ કરશે. આ અંગે AIMPLBના સેક્રેટરી ઝફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે, "મુસ્લિમોને 5 એકર જમીન આપવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકારી શકાય એમ નથી. ઈસ્લામિક કાયદા શરિયત અનુસાર અમે મસ્જિદ બાંધવા માટે અલગથી જમીન સ્વીકારી શકીએ નહીં."


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....