દિલ્હીમાં પ્રદૂષણની `સુપર ઈમરજન્સી`, AQI 999એ પહોંચ્યો, 32 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરાઈ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર જીવલેણ સ્તરે પહોંચી ગયું છે. પ્રદૂષણ વધવાથી દિલ્હીમાં વિઝિબ્લિટી પણ ઓછી થઈ ગઈ છે. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો ખુબ પ્રભાવિત થઈ છે.
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર જીવલેણ સ્તરે પહોંચી ગયું છે. પ્રદૂષણ વધવાથી દિલ્હીમાં વિઝિબ્લિટી પણ ઓછી થઈ ગઈ છે. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો ખુબ પ્રભાવિત થઈ છે.
મહારાષ્ટ્ર: દિગ્ગજ નેતાએ કહ્યું- 'અમારી પાસે 170 MLAનું સમર્થન, આગામી CM શિવસેનાનો જ બનશે'
aqicn.orgના જણાવ્યાં મુજબ દિલ્હીમાં બપોરે 2 વાગે એક્યુઆઈ 999 રહ્યો. પૂસા પર એક્યુઆઈ 994, સત્યવતી કોલેજમાં એક્યુઆઈ 999, આઈટીઆઈ જહાંગીરપુરીમાં 999 જ્યારે સોનિયા વિહાર વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટ પર એક્યુઆઈ 999 હતો. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રવિવાર સવારે થયેલા હળવા વરસાદથી પ્રદૂષણ ઓછુ થશે પરંતુ તેનાથી બિલકુલ ઉલ્ટુ જોવા મળી રહ્યું છે અને પ્રદૂષણ એટલું વધી ગયું કે દિલ્હીની વિઝિબ્લિટી ખુબ ઓછી થઈ છે. ઓછી વિઝિબ્લિટીના પગલે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો પ્રભાવિત થઈ છે. મળતી માહિતી મુજબ 32 ફ્લાઈટ્સને ડાઈવર્ટ કરાઈ છે. 12 ફ્લાઈટને જયપુર, અમૃતસર અને લખનઉ ડાઈવર્ટ કરાઈ છે.