નવી દિલ્હી: ZEE NEWS ને એક એક્સક્લૂસિવ ફોટો હાથ લાગ્યો છે. જેમાં ઓલંપિયન સુશીલ કુમાર (Sushil Kumar) પોતાના સાથીઓ સાથે મળીને ડંડા વડે કોઇને મારત જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો 4-5 મેની રાતની છે, જેમાં જમીન પર ડેલો વ્યક્તિ જૂનિયર પહેલવાન સાગર ધનખડ (Sagar Dhankad) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસ (Delhi Police) ના અનુસાર 'આ ફોટો તે દરમિયાનનો છે જ્યારે સુશીલ પોતાના સાથીઓ સાથે પહેલવાન સાગરને કિડનેપ કરી છત્રસાલ સ્ટેડિયમ લઇને આવ્યા હતા. અહીં સુશીલ અને તેના સાથીઓએ તેને ડંડા અને હોકી વડે સાગરની ધોલાઇ કરી હતી. ફોટો પહેલવાન સાગર જમીન પર પડ્યો હતો, અને સુશીલના હાથમાં ડંડો હતો. આ વાતની પુરાવો કરે છે કે સુશીલ ઘટનાસ્થળે હાજર હતા. 

બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis Infection નો ખતરો, ગુજરાતમાં મળ્યા 8 દર્દીઓ


પોલીસ કસ્ટડીમાં છે સુશીલ
તમને જણાવી દઇએ કે જૂનિયર પહેલવાન સાગર ધનખડ હત્યાકાંડ (Sagar Dhankar Murder Case) કેસમાં ધરપકડ કરાયેલા સુશીલ કુમાર અને તેની સાથે દિલ્હી પોલીસ (Delhi Police) ના રિમાંડ પર છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમ સતત સુશીલ કુમારના ઉપરાંત તેના સાથીઓ સાથે પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદનોને ક્રોસ ચેક કરી રહી છે. 


સુશીલ પર લાગેલા આરોપોની અસલી કહાની
4 મેની રાત્રે છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગર ઘનખડનું મોત થયું હતું, તે કોઇ આવેશમાં આવીને થયેલી લડાઇ ન હતી, પરંતુ બદલાની ભાવનાથી થઇ હતી. જોકે ઘટનાવાળા દિવસે કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીના ભત્રીજા સોનૂ, રવિંદ્ર અને અન્યના દિલ્હી મોડલ ટાઉનવાળા ફ્લેટને લઇને સુશીલ પહેલવાનને ઝઘડો થઇ ગયો હતો. તે લોકોએ સુશીલ પર હાવી થઇને તેની શર્ટનો કોલર પકડી લીધો હતો. એટલું જ નહી, તેને જોઇ લેવાની ધમકી પણ આપી હતી. 

Google આપશે 7 કરોડ રૂપિયા, બસ કરવું પડશે આ કામ અને થશે છપ્પર-ફાડ કમાણી


સુશીલને સહન ન થઇ પોતાની બેઇજ્જતી
ઝઘડૅઅ બાદ સુશીલ કુમારને પોતાની બેઇજ્જતી સહન ન થઇ. ગુસ્સો અને તણાવમાં આવીને તેણે તે દિવસે બદલો લેવાનું નક્કી કરી લીધું. તેના માટે સુશીલના કુખ્યાત નીરજ બવાના અને અસૌદા ગેંગના બદમાશોનો સહારો લીધો. સુશીલે જોત જોતાં થોડા કલાકોની અંદર જ હરિયાણાથી બદમાશોને બોલાવી લીધા અને તે રાત્રે સોનૂ સહિત તેના સાથીઓ સાથે મારઝૂડ કરી. ઘટનામાં સાગરના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, જેના લીધે હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. 

કોરોના વચ્ચે હેલ્થ ઇંશ્યોરન્સને લઇને મોટું ટેંશન ટળ્યું! પ્રીમિયમ પર સરકારે લીધો આ નિર્ણય


સ્ટેડિયમમાં થઇ હતી સુશીલની બેઇજજતી
સોનૂ, સાગર અને અન્યની મારઝૂડ કરવાની પુષ્ટભૂમિ ચાર મેના રોજ અચાનક તૈયાર થઇ ગઇ હતી. પોલીસનું કહેવું છે કે દિવસે સુશીલ કુમાર (Sushil Kumar) જ્યારે દિલ્હીના છત્રછાલ સ્ટેડિયમમાં આવ્યા હતા, ત્યારે તેની સાથે વધુ પહેલાન ન હતા. સ્ટેડિયમમાં અચાનક તેની સોનૂ, સાગર, અમિત, ભક્તુ, રવિંદ્ર અને વિકાસ સાથે બોલાચાલી થઇ ગઇ. સુશીલને જોરદાર રીતે અપમાનિત કરવામાં આવ્યો, તે સમયે તો સુશીલ સ્ટેડિયમથી જતો રહ્યો હતો, પરંતુ અપમાનનો બદલો લેવા માટે તેણે તાત્કાલિક તે લોકોને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube