Cheetah In India: પાંચ મહિનાની જર્મન શેફર્ડ 'ઇલુ' મધ્ય પ્રદેશમાં 'સુપર સ્નિફર' ટુકડીમાં સામેલ થવા માટે ઇંડો-તિબ્બત સીમા પોલીસ દળ (આઇટીબીપી) નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડોગ્સમાં ટ્રેનિગ લઇ રહી છે. તાજેતરમાં જ નામીબિયાઇ ચીતાને શિકારીઓથી બચાવવા માટે ઇલુને જલદી જ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં તૈનાત કરવામાં આવશે. તે છ કુતરામાં સામેલ છે જેમને દેશના વિભિન્ન રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વન્યજીવોની રક્ષા માટે ટ્રેઇન કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ મહિના માટે બેઝિક ટ્રેનિંગ અને ચાર મહિનાની એડવાન્સ ટ્રેનિંગ પુરી થયા બાદ આજ્ઞાકારિતા, સૂંઘવા અને ટ્રેકિંગ કૌશલ જેવા ગુણોને વિકસિત કરવામાં મદદ મળશે. કુતરાઓને આગામી વર્ષે એપ્રિલથી કામ પર લગાવવામાં આવશે. 


ટ્રેનિંગ દરમિયાન કુતરાઓને વાઘ અને ચિતાની ચામડી, હાડકાં, હાથીના દાંત અને શરીરના અન્ય અંગો, રિંછ પિત્ત, રેડ સેડર્સ અને ઘણા અન્ય અવૈધ વન્યજીવ ઉત્પાદને જાણવા માટે ટ્રેઇન કરવામાં આવશે. 


દેશના રાષ્ટ્રીય અભ્યારણોમાં કુતરાઓને તૈનાત કરવામાં આવશે
આ શિબિરમાં સુપર ઇન્વેસ્ટિગેટર્સને ટુકડીને મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુના રાષ્ટ્રીય અભ્યારણોમાં તૈનાત કરવામાં આવશે. કુનો નેશનલ પાર્કમાં વન વિભાગમાં કાર્યરત ઇલૂના હેંડલર સંજીવ શર્માએ કહ્યું કે 'કુતરા પોતાના આકાઓ સાથે એક અતૂટ બંધન વિકસિત કરે છે જે તેમને પોતાના કામમાં ઉત્કૃટ બનાવે છે.'


સંજીવ શર્માએ આગળ કહ્યું કે ઇલૂ તેના માટે એક બાળકની માફક છે. તે ફક્ત બે મહિનાની હતી જ્યારે તેને ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવી હતી. નિયમો અનુસાર કુતરા પહેલાં દિવસથી લઇને નિવૃતિના દિવસ સુધી એક જ હેંડલર સાથે રહે છે. 


સંજીવ શર્માએ કહ્યું 'ઇલુને ચીતાની રક્ષા કરવા માટે નથી કારણ કે તે પોતાની રક્ષા કરી શકે છે, આ ચીતા અને નય જાનવરોને શિકારીઓથી બચાવવા માટે વન રક્ષકોની સાથે રાષ્ટ્રીય અભ્યારણની પરિધિમાં તૈનાત કરવામાં આવશે. 


પંચકૂલામાં ભારત-તિબ્બત સીમા પોલીસ દળ (બીટીસી-આઇટીબીપી)ના ટ્રેનિંગ કેન્દ્રના મહાનિરિક્ષક ઇશ્વર સિંહ દુહને કહ્યું કે તે કુનો રાષ્ટ્રીય અભ્યારણમાં તૈનાત કરવામાં આવનાર કુતરાને વિશેષ ટ્રેનિંગ આપે છે. તેમને કહ્યું કે 'વિશેષ ટ્રેનિંગ પાઠ્યક્રમ દરમિયાન કુતરાને વાઘની ત્વચા અને હાડકાની તપાસ માટે ટ્રેઇન કરવામાં આવશે. આ કુતરાને અમારા દ્રારા ટ્રાફિક (એક વન્યજીવ વેપાર દેખરેખ નેટવર્ક) અને WWF-ઇન્ડીયા (વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ઇન્ડીયા) ના સહયોગ સાથે ટ્રેઇન કરવામાં આવી રહ્યા છે.'


ટ્રેન કુતરામાં વન્યજીવ ક્રાઇમને શોધવાનો દર ખૂબ જ વધુ
ઇશ્વર સિંહ દુહને કહ્યું કે 'આઇટીબીપી કુતરા ટ્રેનિંગ કેન્દ્રમાં ટ્રેઇન કુતરામાં વન્યજીવ ક્રાઇમને શોધવાનો દર ખૂબ જ વધુ છે. ઘણી સફળતાની કહાનીઓ છે જ્યાં કુતરાને શિકારીઓની દેખરેખ અને વન્ય જીવ પ્રજાતિઓ અને તેમના અવશેષોને શોધવામાં મદદ કરી છે.'


અધિકારીએ આગળ જણાવ્યું હતું કે રેલવે સુરક્ષા બળ (આરપીએફ)એ ભારતમાં પહેલીવાર વન્યજીવ કુતરાની ટુકડીને તૈનાત કરી છે અને તેનાથી તેમને રેલવે નેટવર્કના માધ્યમથી પ્રતિબંધિત અને દુર્લભ પ્રજાતિઓના વન્યજીવોની તસ્કરી વિશે શોધવામાં મદદ મળી છે. 


તમને જણાવી દઇએ કે વન્યજીવ તસ્કરીનો મુકાબલો કરતાં ટ્રાફિક અને  WWF-ઇન્ડીયા 2008 માં દેશના પ્રથમ વન્યજીવ ખોજી કુતરા ટ્રેનિંગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતગર્ત ઘણા કુતરાઓને ટ્રેનિંગ કરવામાં આવે છે અને વન્યજીવો પાર્કોમાં તૈનાત કરવામાં આવ્યા.