નવી દિલ્હી: ચાર વર્ષોના લાંબા સમય બાદ નોઇડામાં સુપરટેકના વિવાદિત એમરલ્ડ કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ઘર ખરીદનારા 135 લોકોને રિફંડ મળવા જઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ડેવલોપરને 30 નવેમ્બર સુધી કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો. આ 135 હોમબાયર્સને તેમના રોકાણની રકમ પર 12%નું સાધારણ વ્યાજ પણ મળી જશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપરટેક પહેલાં જ 12 કરોદ રૂપિયા જમા કરાવી ચૂક્યું છે. ચીફ જસ્ટિક દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઇ ચંદ્વચૂડની પીથે બે હપ્તામાં 15 કરોડ રૂપિયા અને વ્યાજના એક કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું. આદેશ અનુસાર 5 સપ્ટેમ્બર સુધી 7 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે, જ્યારે બાકીની રકમ નવેમ્બરના અંત સુધી જમા કરાવવાની રહેશે.

દર્દનાક અકસ્માત: ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં 8 લોકો દટાયા, 6ના મોત


હોમ બાયર્સે આપ્યું એફિડેવિટ
ટાઇમ્સ ઓફ ઇન્ડીયના સમાચાર અનુસાર અમીકસ ક્યૂરી ગૌરવ અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે તેમણે હોમબાયર્સની સાથે ગાઢ વાતચીત કરી અને તેમાં 111એ વાર્ષિક 12 ટકાના સામાન્ય વ્યાજદર સાથે રોકાણની રકમ પરત લેવાનું શપથ પત્ર (એફિડેવિટ) આપ્યું છે. જોકે 24, હોમબાયર્સ 14 ટકાના દરે વ્યાજ ઇચ્છે છે. તો બીજી તરફ સુપરટેકના વકીલ કેશવ મોહને નક્કી ટાઇમ શેડ્યૂલ હેઠળ 30 નવેમ્બર સુધી 21 કરોડ રૂપિયા જમા કરાવવાની રજામંદી આપી છે. તો બીજી તરફ પીઠે કહ્યું કે તે બાકી 24 હોમબાયર્સને પણ 12 ટકાના દરે વ્યાજ સાથે રિફંડ લેવા માટે મનાવશે. 


તેમનો કેસ ઉકેલાયો નહી
જોકે સબવેંશન સ્કીમના હેઠળ ઘર લેનારા 15 ઘર ખરીદારોનો કેસ હજુ પણ ઉકેલાયો નથી. આ ખરીદારોએ ડેવલોપરને એકસામટી રકમ આપી હતી. ખરીદદારો પર બોજ ન પડે એટલા માટે કોર્ટે ડેવલોપર પાસે EMI ઇશ્યૂ કરવા માટે કહ્યું છે. તમને જણાવી દઇએ કે નિયમોના ઉલ્લંઘનના મામલે 


રેજિંડેંટ્સે લગાવ્યો હતો આરોપ
એમરેલ્ડ કોર્ટ ઓનર રેજિડેંટ વેલ્ફેર એસોસિએશને એક અરજીમાં આરોપ લગાવ્યો હતો કે UP એપાર્ટમેંટ એક્ટ 2010 હેઠળ બંને ટાવરમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. એસોસિએશને ડેવલોપરના બંને ટાવર માટે રિવ્યૂ પ્લાન પણ નોઇડા બિલ્ડિંગ રેગુલેશન એન્ડ ડાયરેક્શન 2010 હેઠળ પડકાર ફેંક્યો હતો.