સ્વાતિ નાઈક, મુંબઈઃ નવી મુંબઈના ઉરણમાં પોલિસને એક પુલના નીચેના થાંભલા પર આતંકવાદીઓ સાથે સંકળાયેલો એક સંદેશો લખેલો મળ્યો છે. આ સંદેશો મળ્યા પછી સ્થાનિક પોલીસમાં હાહાકાર મચી ગયો છે. નવી મુંબઈના ખોપાટા પુલના નીચે એક થાંભલાના આ સંદેશમાં આતંકવાદી સંગઠન ISIS અને અબુ બકર અલ-બગદાદીનું નામ લખ્યું છે. પોલીસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ આ કોડવર્ડમાં લખેલો સંદેશો જોઈને ચકિત થઈ ગઈ છે અને આ સંદેશો કોણે લખ્યો, ક્યારે લખ્યો તેની તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી પોલીસને તેની કોઈ ભાળ મળી નથી, પરંતુ નજીકના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે, નવી મુંબઈના ઉરણ તાલુકામાં ઓએનજીસી, નૌકાદળનું શસ્ત્રાગાર, જેએનપીટી બંદર સહિત અત્યંત સંવેદનશીલ ઠેકાણાઓ આવેલા છે, જેના કારણે પોલીસ દિવાલ પર લખેલા આ સંદેશાને ગંભીરતાથી ગણી રહી છે.


બ્રિજના નીચે કાળી માર્કરથી લખ્યો છે સંદેશો
આ સંદેશમાં કંઈક આવું લખ્યું છે - "ધોની જન્નત મેં આઉટ, આમ આદમી પાર્ટી, હાફિઝ સઈદ, રહિમ કટોરિ, રામ કટોરી". આ સાથે જ દેવનાગરી અને અંગ્રેજીમાં કેટલાક સાંકેતિક આંકડા પણ લખ્યા છે. મેસેજની સાથે જ કેટલાક વિમાન, એરપોર્ટ અને પેટ્રોલ પંપ જેવા ચિત્રો પણ બનાવેલા છે. આ ઉપરાંત, પોટામાં કુર્લા, ગોરખપુર જેવા ઠેકાણાઓ દોરવામાં આવ્યા છે. 


આ સંદેશાની જાણ થતાંની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમણે આસપાસના વિસ્તારોમાં અને સમુદ્રમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. વિસ્તારમાં નાકાબંદી કરીને તપાસ પણ કરવામાં આવી રહી છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....