કેન્દ્રએ જ તમામ નિર્ણયો લેવાના હોય તો પછી દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર કેમ, સુપ્રીમ કોર્ટની સંવિધાનિક બેન્ચે ગુરૂવારના રોજ કેન્દ્ર વિરુદ્ધ દિલ્હી સરકાર વચ્ચે અધિકારને લઈને સર્જાતા વિવાદ વચ્ચે આ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટીસ ડી વાય ચંન્દ્રચુડની આગેવાની હેઠળની બેચ હાલમાં કેન્દ્ર અને દિલ્હી વચ્ચેના અધિકારોને લઈને સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની તીખી ટિપ્પણી પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, નોકરિયાતો પર કેન્દ્ર સરકારનો વહીવટી અંકુશ છે. પરંતુ તેઓ દિલ્હી સરકારના સંબંધિત વિભાગો માટે જ કામ કરે છે અને એમને જ રિપોર્ટિંગ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીફ જસ્ટિસ ચંન્દ્રચુડે કહ્યું કે આ પ્રકારના અર્થઘટનથી વિચિત્ર સ્થિતિ સમજી શકાય છે. તેમણે કહ્યું કે ધારો કે કોઈ અધિકારી પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યો. પરંતુ તેમની નિમણૂક, બદલી, પોસ્ટિંગ વગેરેનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે, તો દિલ્હી સરકાર તે અધિકારી સામે કેવી રીતે પગલાં લેશે? શું તે અધિકારીને બદલી ન શકે? શું તેને અન્ય અધિકારી ન મળી શકે? તેના પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે આવા મામલામાં કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે.


અત્યંત ડરામણું! શિક્ષિકાએ સ્ટુડન્ટને લાફા માર્યા અને પછી ગળું દબાવ્યું, જુઓ Video


PM મોદીએ 'ગંગા વિલાસ ક્રુઝ'ને દેખાડી લીલી ઝંડી, એક દિવસનું ભાડું જાણી દંગ રહી જશો


નાનકડાં ગામમાં ચાલે છે 'સેક્સટોર્શન રેકેટ', યુવતીઓને અપાય છે ન્યૂડ વીડિયો કોલ....


કેન્દ્ર સરકારે કહ્યું કે જ્યારે આવું થાય છે, ત્યારે દિલ્હી સરકાર અથવા તેનું સંબંધિત મંત્રાલય લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખે છે. તે પત્ર એલજી વતી કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે જે કાર્યવાહી કરે છે. તુષાર મહેતાએ કહ્યું કે એલજીની દિલ્હીમાં પણ એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કેન્દ્ર સરકારનું વહીવટી નિયંત્રણ હોવું જરૂરી છે. તેનું કારણ એ છે કે રાજધાની આતંકવાદ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને સંવેદનશીલ સ્થળ છે. દિલ્હીમાં વહીવટ રાષ્ટ્રીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે. આ ઉપરાંત પડોશી રાજ્યો સાથે વધુ સારા તાલમેલ માટે કેન્દ્રનું નિયંત્રણ પણ જરૂરી છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube