નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના હવાલો આપી ‘ચૌકીદાર ચોર છે’નું નિવેદન આપવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારવામાં આવી છે. પહેલા કોર્ટે રાહુલથી સ્પષ્ટીકરણ કરવા કહ્યું હતું હવે કન્ટેમ્પ્ટ નોટીસ જારી કરી છે. આ મામલે આગામી સુનાવણી 30 એપ્રિલે થશે. સોમવાર (22 અપ્રિલ)ના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબમાં તેમની ટિપ્પણી પર દુ:ખ વ્યક્ત કર્યું હતું, જમાં કહ્યું હતું કે ચૂંટણી માહોલમાં આવું નિવેદન આપી દીધુ હતું જેના માટે તેમને દુ:ખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ભારતમાં સૌથી વધારે અને સૌથી ઓછા મતદાનની યાદીમાં કયું રાજ્ય


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાફેલ મામલે નિર્ણય આવ્યા બાદ સુપ્રિમકોર્ટનું નામ લઇ ‘ચોકીદાર ચોર છે’ નિવેદન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પ્રચારના જોશમાં એવું કહી દીધું હતું. કહ્યું- કોઇ પણ રીત રાફેલ મામલાને લઇને ચાલી રહેલી સુનાવણી આ નિર્ણયના સંદર્ભમાં ખોટી ટપ્પણી કરી કોર્ટની અવગણના કરવાનો કોઇ ઉદેશ્ય ન હતો. તેમણે તે બયાન સોશિયલ મીડિયા પર વિશ્વાસ કરી અને તેમની પાસે હાજર એક્ટિવિસ્ટ તેમજ કાર્યકર્તાઓની વાતો પર વિશ્વાસ કરતા કહી હતી.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


Video: મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારીને માર માર્યો


સુપ્રીમ કોર્ટે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીની અવગણના અરજી પર 15 એપ્રિલે રાહુલ ગાંધીના નર્દેશ પર અરજી દાખલ કરી હતી કે તેઓ 22 એપ્રિલ સ્પષ્ટીકરણ આપે. મીનાક્ષી લેખીએ આ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીની સામે અવગણના કાર્યવાહી શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, વિવાદિત નિવેદનને લઇને સાંદસ મિનાક્ષી લેખીએ રાહુલની સામે સુપ્રીમ કોર્ટમાં અવગણના અરજી દાખલ કરી હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...