નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બકરી ઈદના અવસરે કોરોનાના નિયમોમાં છૂટ આપવામાં આવતા ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કેરળ સરકાર પાસે બકરી ઈદને ધ્યાનમાં રાખી કોવિડ-19 પ્રતિબંધોમાં ત્રણ દિવસની છૂટ આપવા મુદ્દે જવાબ દાખલ કરવા જણાવ્યું છે. વાત જાણે એમ છે કે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ અગાઉ પ્રતિબંધોમાં ઢીલ આપવાના કેરળ સરકારના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે થયો વિરોધ
આ ઢીલ એવા સમયે આપવામાં આવી જ્યારે રાજ્યમાં કોવિડ કેસ અને ટેસ્ટ પોઝિટિવિટી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે  કહ્યું કે 'કેરળમાં દેશમાં સૌથી વધુ 10.96 ટકા કોરોના પોઝિટિવિટી રેટ છે. જ્યાં સતત કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. આવામાં છૂટ આપવી યોગ્ય રહેશે નહીં. યુપીમાં કોરોના પોઝિટિવિટી રેટ 0.04 ટકા છે. છતાં  જો ત્યાં કાવડ યાત્રાને મંજૂરી આપવામાં ન આવી શતી હોય તો કેરળમાં બકરી ઈદના દિવસે લોકડાઉનમાં છૂટ કેવી રીતે આપી શકાય.'


Navjot Singh Sidhu એ દેશના પ્રથમ PM સાથે શેર કર્યો પિતાનો ફોટો, સોનિયા ગાંધી, રાહુલ-પ્રિયંકા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો


સુપ્રીમ કોર્ટ કાલે હાથ ધરશે સુનાવણી
કોર્ટે અરજી કરનારા પક્ષના વકીલે કહ્યું કે કૃપા કરીને આદેશ આપો કારણ કે આજે અને કાલનો સમય જ બચ્યો છે. આવામાં નોટિસ જારી કરવાની ગુંજાઈશ નથી. ત્યારબાદ કેરળ સરકારના વકીલે કહ્યું કે બકરી ઈદ પર ખાસ વિસ્તારોમાં જ વિશેષ છૂટ અપાઈ છે. આ માટે જવાબ દાખલ કરવાની તક આપવી જોઈએ. ત્યારબાદ કેરળ સરકારે આજે સાંજ સુધીમાં જવાબ આપવો પડશે. આ મામલે કાલે સુનાવણી થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube