નવી દિલ્હી : ફિક્સ પે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ફિક્સ પે કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપવાની માંગને નકારી છે. પટના હાઇકોર્ટના સમાન કામ સમાન હક અંગેના આદેશને બદલી સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની દલીલોને ધ્યાનમાં લેતાં ફિક્સ પે કર્મચારીઓની માંગને નકારી છે. બિહારના ફિક્સ પે કર્મચારીઓ અંગે આવેલો આ ચૂકાદો ગુજરાત માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારમાં ફિક્સ પેમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાને મળતા બધા લાભ આપવામાં આવે એવી માંગ સાથે કોર્ટના દરવાજા ખખડાવાયા હતા. જેમાં બે વર્ષ પૂર્વે પટના હાઇકોર્ટે ફિક્સ પે કર્મચારીઓની માંગ સંતોષતો ચૂકાદો આપ્યો હતો. જોકે આ ચૂકાદાથી નારાજ બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. આ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશને ફેરવ્યો છે અને સમાન કામ સમાન હકની માંગ નકારી છે. 


અહીં નોંધનિય છે કે, ગુજરાતમાં ફરજ બજાવતા ફિક્સ પે કર્મચારીઓ દ્વારા પણ આ માંગ ઉઠાવવામાં આવી છે. જે મામલે સરકાર સુપ્રીમ કોર્ટમાં ગયેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV