આર્ટિકલ 35એની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી કરી શકે છે સુપ્રીમ કોર્ટ
રાજ્ય પ્રશાસને હાલમાં જ સુપ્રીમ કોર્ટને વિભિન્ન આધારોના કારણે અરજીઓ પર સનાવણી સ્થગિત કરવાની દરખાસ્ત કરી હતી. એક આધાર એવું પણ હતું કે, રાજ્યમાં કોઇ ચુંટાયેલ સરકાર નથી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓને વિશેષાધિકાર આપતી કલમ 35એની બંધારણીય માન્યતાને પડકાર આપતી અરજી પર આ અઠવાડીયામાં સુનાવણી કરી શકે છે. સુનાવણી 26થી 28 ફેબ્રુઆરીની વચ્ચે થઇ શકે છે અને આ સંવેદનશીલ મુદ્દા પર રાજ્યના રાજકીય દળના કડક વલણને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આ અઠવાડીયાની યાદીમાં સુનાવણી માટે 6 અરજીઓની યાદી થયેલ છે. જેમાં એનજીઓ ‘વી ધ સિટિઝન્સ’ની પ્રમુખ અરજી પણ સામેલ છે.
વધુમાં વાંચો: ભારતે જવાનોની મોતનો બીજો બદલો લીધો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ
રાજ્ય પ્રશાસને હાલમાં જ સુપ્રીમ કોર્ટને વિભિન્ન આધારોના કારણે અરજીઓ પર સનાવણી સ્થગિત કરવાની દરખાસ્ત કરી હતી. એક આધાર એવું પણ હતું કે, રાજ્યમાં કોઇ ચુંટાયેલ સરકાર નથી. સુપ્રીમ કોર્ટે અરજીઓ પર સુનાવણી આ વર્ષ જાન્યુઆર સુધી માટે સ્થગિત કરી દીધી હતી. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે કહ્યું હતું કે, ત્યાં ડિસેમ્બર સુધી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ચાલશે. કેન્દ્ર અને જમ્મૂ કાશ્મીર પ્રશાસને કહ્યું હતું કે, કલમ 35એનો વિષય ખુબજ સંવેદનશીલ છે અને કાયદા-વ્યવસ્થાના પાસાઓને જોઇને સુનાવણી જાન્યુઆરી અથવા માર્ચ 2019માં કરવામાં આવે.
વધુમાં વાંચો: ભારતના વલણથી ગભરાયું પાક., કહ્યું- ‘પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પૂરુ નહીં થાય’
આ બધા વચ્ચે જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મૂફ્તીએ સોમવારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. ખરેખરમાં, દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, કેન્દ્ર સરકાર કલમ 35એ દૂર કરવા પર વિચાર કરી રહી છે. તેને લઇ મેહબુબા મુફ્તીએ કેન્દ્રને કહ્યું કે આગથી ના રમો, 35એ સાથે છેડછાડ ના કરો. જો એવું થયું તો તમે તે ગુમાવી દેશો જે 1947 બાદથી આજ સુધી થયું નથી. તેમણે કહ્યું કે, 35એ દૂર કરવામાં આવી તો, હું નથી જાણતી કે જમ્મૂ કાશ્મીરના લોકો મજબૂર થઇને તિરંગાની જગ્યાએ કયો ધ્વજ ઉઠાવી લેશે.
(ઇનપુટ- ભાષાથી)