Lakhimpur Kheri Violence: સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન રદ કર્યા, અઠવાડિયામાં સરન્ડર કરવું પડશે
લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે.
નવી દિલ્હી: લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે. સુપ્રીમના આ આદેશ બાદ હવે આશીષ મિશ્રાએ એક અઠવાડિયાની અંદર સરન્ડર થવું પડશે. આ મામલે સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલના રોજ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો.
લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના આરોપી આશીષ મિશ્રાને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન ફગાવી દીધા છે. અત્રે જણાવવાનું કે આશીષ મિશ્રા ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. લખીમપુરમાં જે ખેડૂતો પર ગાડી ચડી હતી તે મામલે આશીષ મિશ્રાનું નામ આવ્યું હતું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube