નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મહિલા અને બાલ વિકાસ મંત્રાલયને સિનેમા ઘરમાં જાગૃતી આવે તેવી વીડિયો ક્લિપ દેખાડવાનો આદેશ લાગુ કરવા માટે જણાવ્યું છે. તેમ પણ કહ્યું છે કે વીડિયો ક્લિપમાં અને અન્ય મહત્વપુર્ણ સ્થળો પર ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર દર્શાવવામાં આવે. કોર્ટે આદેશ આપ્યો કે બાળકોનાં શારીરિક શોષણ અટકાવવા અને બાળકોનાં ગુનાઓની સજા આપવા પ્રત્યે જાગૃતતા લાવનારી એક નાની વીડિયો ક્લિપ સમગ્ર દેશમાં સિનેમા હોલમાં ફિલમ ચાલુ થતા પહેલા જ દેખાડવામાં આવે. સાથે જ ટીવી ચેનલો પર પણ સમયાંતરે ચાલે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિપક્ષનાં વિરોધ છતા RTI સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પસાર
સમગ્ર દેશમાં બાળકો સાથે વધતી દુષ્કર્મની ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે જેના જિલ્લાઓમાં બાળકોનાં શારીરિક શોષણનાં 100થી વધારે કેસ નોંધાયેલા હોય, ત્યાં પોક્સો કાયદામાં વિશેષ કોર્ટની રચના કરવામાં આવે. કોર્ટે આદેશ આપ્યો કે કોર્ટ 60 જિવ,ની અંદર કામ કરવાનું ચાલુ કરે. 


કર્ણાટક વિધાનસભા સ્પીકરે 3 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કર્યું, નહી લડી શકે ચૂંટણી
કર્ણાટક વિધાનસભા સ્પીકરે 3 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કર્યું, નહી લડી શકે ચૂંટણી
કોર્ટે કહ્યું કે, પોસ્કો હેઠળ રચાયેલી વિશેષ કોર્ટની રચનાનુ ફંડ કેન્દ્ર સરકાર આપશે. 12 જુલાઇએ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા આ મુદ્દે સંત્રાન લીધું હતું. વરિષ્ઠ વકીલ વી. ગિરિને ન્યાયમિત્ર નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટે ગિરીને જરૂરી દિશા-નિર્દેશ પસાર કરવા અંગે ભલામણો માંગી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, એક જાન્યુઆરીથી ગત્ત 30 જુન સુધી દેશમાં બાળકો સાથે દુષ્કર્મની કુલ 24,212 ઘટનાઓ બની, જેમાં એક ફરિયાદ નોંધાઇ છે. કોર્ટે એવા કિસ્સાઓનાં ઉકેલ માટે માળખાગત સંસાધન એકત્ર કરવા અને અન્ય ઉપાય કરવા માટે દિશા-નિર્દેશ નિશ્ચિત કરવાની તૈયારી કરી છે.