રાફેલ ડીલ: સુપ્રીમ કોર્ટે આપ્યો સરકારને ઝટકો, પુનર્વિચાર અરજી પર થશે સુનાવણી
રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વાંધાજનક અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દરસ્તાવેજોના આધાર પર પુનર્વિચાર અરજી નકારવાની માગ કરી હતી.
નવી દિલ્હી: રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વાંધાજનક અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દરસ્તાવેજોના આધાર પર પુનર્વિચાર અરજી નકારવાની માગ કરી હતી. ગુપ્ત દસ્તાવેજના આધાર પર આગળ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવામાં આવશે. સરકારે ગુપ્ત દસ્તાવેજના આધાર પર પુનર્વિચાર અરજી નકારવાની માગ કરી હતી.
વધુમાં વાંચો: ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા પર સવાલ, 66 પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
14 મી માર્ચે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રારંભિક વાંધા (ગોપનીયતા, વિશેષાધિકાર, રાષ્ટ્રીય સુરક્ષા) પર આદેશ સુરક્ષિત કર્યો હતો. તે પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંધનામું દાખલ કર્યું હતું કે, કેન્દ્ર સરકારની મંજૂરી વગર સંવેદનશીલ દસ્તાવેજોની ફોટોકોપી કરવામાં આવી હતી.
મને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે: પી. ચિદમ્બરમ
અરજીકર્તાઓએ ગુપ્ત જાણકારીને લીક કરી છે. સંરક્ષણ મંત્રાલયે સોગંધનામામાં કહ્યું હતું કે, રાફેલ મામલે દાખલ પુનર્વિચાર અરજી સાર્વજનિક રીતથી બધાને મળી છે, અમારા વિરોધીઓ અથવા દુશ્મનોને પણ તેના સુધી પહોંચ્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખશે. તમને જણાવી દઇએ કે આ સમયે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીની સામે દાખલ અરજી પુનર્વિચાર અરજી પર સુનાવણી કરી રહ્યું છે. અરજીકર્તા પ્રશાંત ભૂષણે ડીલ વિશે સંરક્ષણ મંત્રાલયની તે ફાઇલ નોટિંગને પેશ કરી જેને હિન્દુ સમાચારમાં છાપવામાં આવી હતી. પરંતુ એટર્ની જનરલે તેના પર વાંધો દર્શાવ્યો અને કહ્યું હતુ કે, ચોરી કરેલી છે, તપાસ ચાલી રહી છે ચુકાદો આપવામાં આવશે.
વધુમાં વાંચો: રાફેલ મામલે આજે સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, દાખલ કરી હતી પુનર્વિચાર અરજી
એટર્ની જનરલે સંરક્ષણ મંત્રાલયની અરજી નોંધ લેવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ ગુપ્ત દસ્તાવેજ છે. રાફેલ ડીલ મામલે આપ નેતા સંજય સિંહની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ન્યાયપાલિકાની સામે આપત્તિજનક ટિપ્પણીના કારણે સંજય સિંહની પુનર્વિચાર અરજી પર સુનાવણી નહીં કરવામાં આવે. કોર્ટે સંજય સિંહને પૂછ્યું કે તિરસ્કાર સામે તમારે પગલાં કેમ લેવો ના જોઈએ? કોર્ટે સંજય સિંહથી જવાબ માગ્યો હતો. ત્યારે એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટેન જણાવ્યું હતું કે, ગુપ્ત દસ્તાવેજ લીક કરવાના મામલે બે સમાચારોની સામે કડક કાર્યવાહી કરશું.