જજ લોયાના મોતના મામલામાં સુપ્રીમ કોર્ટે નકારી રિવ્યૂ પિટિશન
એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે જજ લોયાના મોતની એસઆઈટી પાસેથી તપાસ કરાવવાની માંગ કરતી અરજીને નકારતા કહ્યું હતું કે, જજનું મૃત્યુ કુદરતી હતું.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કોર્ટના જજ બીએચ લોયાના મોતના મામલામાં મંગળવારે બોમ્બે લોયર્સ એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન નકારી દીધી, જેમાં કોર્ટના એપ્રિલમાં આપેલા નિર્ણયને બદલવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે જજ લોયાના મોતની એસઆઈટી પાસેથી તપાસ કરાવવાની માંગ કરતી અરજીને નકારતા કહ્યું હતું કે, જજનું મૃત્યુ કુદરતી હતું.
મહત્વનું છે કે, આ વર્ષે એપ્રિલમાં ચીફ જસ્ટિસ દીપલ મિશ્રા, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને એએમ ખાનવિલકરે સુપ્રીમ કોર્ટની બેન્ચે જજ લોયાનના મતોની એસઆઈટી તપાસની માંગ કરતી અરજીને નકારી હતી. કોર્ટે કહ્યું કે, અરજી રાજકીય હિત સાધવા અને ચર્ચામાં રહેલા માટે જારી કરેલી ભૂલ છે, પરંતુ તેનો કોઇ મજબૂત આધાર પૂરાવો નથી. એટલું જ નહીં સુપ્રીમે અરજીને લઈને મોટી ટિપ્ણી કરતા કહ્યું કે, આ અરજીઓ ન્યાયપાલિકાની છબી ખરાબ કરવાનો એક પ્રયાસ છે.
શું છે મામલો
1 ડિસેમ્બર 2014ના રોજ નાગપુરમાં જજ લોયાનું મોત થયું હતું, તેઓ પોતાના એક સહકર્મીની પુત્રીના લગ્નમાં સામેલ થવા જઈ રહ્યાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે, જજ લોયાને કાર્ડિએક અરેસ્ટ થયો હતો, પરંતુ નવેમ્બર 2017માં જજ લોયાના મોતને તેમની બહેને શંકાસ્પદ ગણાવ્યું હતું. ત્યારબાદ આ મામલો ઉઠ્યો અને તેના તાર સોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટ સાથે જોડીને તેમના મોતની સ્વતંત્ર તપાસની માંગ કરતી ઘણી અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે જજ લોયાના મોત સાથે જોડાયેલી તમામ અરજીઓને નકારી દીધી હતી.