Bilkis Bano Case: દોષિતોને સુપ્રીમ કોર્ટે ન આપી રાહત, 21 જાન્યુઆરી સુધીમાં કરવું પડશે સરેન્ડર
Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને સરેન્ડર મામલે રાહત આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટે દોષિતોની એ અરજીને ફગાવી દીધી, જેમાં અલગ અલગ કારણ બતાવીને સરેન્ડર મામલે રાહતની માંગણી કરાઈ હતી.
બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને સરન્ડર મામલે રાહત આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટે 11માંથી 10 દોષિતોની એ અરજીને ફગાવી દીધી, જેમાં અલગ અલગ કારણ બતાવીને સરેન્ડર મામલે રાહતની માંગણી કરાઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે અરજીને રેકોર્ડમાં લેવામાં આવી છે. આ દરમિયાન બેન્ચે કહ્યું કે અરજીમાં કોઈ દમ નથી. આથી અરજી ફગાવવામાં આવે છે. તમામ દોષિતોએ 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવું પડશે.
અત્રે જણાવવાનું કે આ મામલે દોષિતો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પીડિતા સાથે રેપ અને તેના પરિજનોની હત્યાના મામલે ઉમર કેદની સજામાંથી રાહત મેળવનારા 11 દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દોષિતોએ આત્મસમર્પણ માટે વધુ સમયની માંગણી કરી હતી. આ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અને કોર્ટે તમામ અરજીઓને રદ કરી દીધી.
ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. આટલું જ નહીં, SCએ પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube