દિવાળીમાં ફટાકડા ફૂટશે કે કેમ? સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે આ અરજી પર સુનાવણી કરશે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફટાકડાના કારણે પ્રદુષણ ઉચ્ચ સ્ચર પર પહોંચી રહ્યું છે. એટલા માટે તેના પર રોક લગાવી દેવામાં આવે.
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ફટાકડાનું વેચાણ, ઉત્પાદન અને તેને રાખવા પર પ્રતિબંધ લગાવવાની માગને લઇને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આજે આ અરજી પર સુનાવણી કરશે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફટાકડાના કારણે પ્રદુષણ ઉચ્ચ સ્ચર પર પહોંચી રહ્યું છે. એટલા માટે તેના પર રોક લગાવી દેવામાં આવે.
વધુમાં વાંચો: UNમાં Pokના એક્ટિવીસ્ટ બોલ્યા, ‘પાક. સેના કાશ્મીરીઓને આત્મઘાતી હુમલો કરવા ઉશ્કેરે છે’
આ પહેલા ગત વર્ષે 23 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ફટાકડાને લઇને આદેશ આપ્યો હતો. એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે દિવાળીમાં ફટાકડાનું વેચાણ કરાવની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશભરમાં ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ રીતે રોક નથી. માત્ર લાયસન્સ ધારક દુકાનદાર જ ફટાકડાનું વેચાણ કરી શકશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોની સાથે એવા ફટાકડાની ખરીદી અને વેચાણની પરવાનગી આપી હતી, જેનાથી પ્રદૂષણ ઓછૂ થાય છે.
આતંકી હુમલા અને યુદ્ધના સમયે ઘાયલ જવાનનો જીવ બચાવશે આ દવા
જણાવી દઇએ કે 5 માર્ચના પેટ્રોલિયમ તેમજ વિસ્ફોટક સુરક્ષા સંગઠનને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, દેશમાં લીલા ફટાકડાના નિર્માણના સંવર્દ્ધિત ફોર્મૂલાને અંતિમ રૂપ આપી દેવમાં આવ્યું છે અને ફટાકડા ઉત્પાદનકારને તેના ઉત્પાદન સંબંધી મંજૂરી 21 માર્ચ સૂધી આપી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સૂચિત કર્યું છે કે વિજ્ઞાન તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઇઆર), રાષ્ટ્રીય પર્યાવરણ અભિયાંત્રિક અનુસંધાન સંસ્થા (નીરી) અને લીલા ફટાકડાના ઉત્પાદન અને તેનો ફોર્મૂલા તૈયાર કરવાથી સંબંધિત અન્ય ફટાકડા નિર્માતાઓને સંયુક્ત રીતથી આ કામ કર્યું છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક પછી પીએમ મોદીની લોકપ્રિયતા વધી- સર્વે
પેટ્રોલિયમ તેમજ વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પેસો)એ જણાવ્યું કે લીલા ફટાકડાના કેટલાક નમૂનાનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ સંગઠનના અનુસરા આ ફટાકડાના વિકાસ પ્રદુષણકારી તત્વોના ઉત્સર્જનમાં 25થી 30 ટકાનો ઘટાડો થશે. ન્યાયમૂર્તિ એકે સીકરી અને ન્યામૂર્તિ એસ અબ્દુલ નઝીરની બેન્ચના સામે સીએસઆઇઆર-નીરીની બેઠકની કાર્યવાહી પ્રસ્તુતિ વિગતો અનુસરા પ્રાધિકારી સાત માર્ચ સુધી ફટાકડા ઉત્પાદનકારને આ ઉત્પાનની મંજૂરીના દસ્તાવેજની દિશામાં સાત માર્ચ સુધી કાર્યવાહી શરૂ કરી દેશે.