નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સાથે સંકળાયેલા મુદ્દાને લઇને 9 જજોની સંવિધાન પીઠે સુનાવણી કરી. આ દરમિયાન પીઠે મોટી ટિપ્પણી કરતાં કહ્યું કે 'અમે અહીં સબરીમાલા પુનર્વિચાર માટે નથી, પરંતુ અમે અહીં ઘણા મોટા મુદ્દાઓને નક્કી કરવા બેસ્યા છીએ. જેમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની માંગ કરી જેમ કે મુસ્લિમ મહિલાઓ પણ મસ્જિદમાં પ્રવેશ માંગી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર દ્વારા સોલિસીટર જનરલ તુષાર મેહતાએ ચર્ચાની શરૂઆત કરી, સોલિસીટર તુષાર મેહતાએ કહ્યું કે તમામ પક્ષોમાં પ્રશ્નોને લઇને સહમતિ બની નથી. પીઠે સવાલ પોતે નક્કી કરવા જોઇએ જેનાપર સુનાવણી થાય. સવાલ જરૂરી નથી કે કોર્ટમાં નક્કી થાય અથવા સવાલને આ ચેમ્બર નક્કી કરવામાં આવે છે. પક્ષકારો દ્વારા વરિષ્ઠ વકીલ ફલી નરીમને પાંચ જજોની સંવિધાન પીઠ દ્વારા મોટી બેન્ચને મોકલવા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે શું આ મામલે પુનર્વિચાર કરતાં આ ક્ષેત્રાધિકારનો ઉપયોગ કરી શકાય?


સીજેઆઇએ કહ્યું કે સબરીમાલા કેસને પાંચ જજોની બેંચે 9 જજોની બેંચને રિફર કરવામાં આવી હતી. જેમાં સબરીમાલા જ નહી એવામાં બીજા મુદ્દા પણ છે. વકીલ રાજીવ ધવને કહ્યું કે સબરીમાલા મંદિર કેસની સુનાવણી ટાળી ન શકાય અને ના તો પેન્ડીંગ રાખવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટ તેને પેન્ડીંગ રાખી ન શકે. 


ગત સુનાવણીમાં 9 જજોની પીઠે સ્પષ્ટ કર્યું કે તે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશને લઇને સાથે-સાથે મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ અને એક બિન-પારસી સાથે લગ્ન કરનાર પારસી મહિલાઓને 'અગિયારી'માં પ્રવેશ પર પ્રતિબંધ અને દાઉદી વોહરા સમુદાય વચ્ચે મહિલાઓના ખતનાની પરંપરા પર પણ સુનાવણી કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube