નવી દિલ્હી: કિસાન આંદોલન (Farmers Protest) માટે આજે મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે દિલ્હીમાં ખેડૂતો સંબંધિત તમામ કેસની સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર અને કિસાન વચ્ચે 8 મુલાકો પરિણામ વગરની રહી છે. સરકારે તેમનો પક્ષ મુકવા માટે વિસ્તૃત તૈયારી કરી છે. કૃષિ કાયદા (Farm Laws) વિરૂદ્ધ કિસાન આંદોલન લગભગ 47 દિવસથી ચાલી રહ્યું છે. પ્રદર્શન મામલે કોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી છે. એક અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કિસાનોના પ્રદર્શનથી દરરોજના લગભગ 3500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તે અરજીમાં દિલ્હીની સીમાઓને કોર્ટ આદેશથી ખાલી કરવાની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Cement અને Steelના વધતા જતા ભાવ પર ભડ્ક્યા નિતિન ગડકરી, કહી આ વાત


આંદોલન દરમિયાન ખતરાની ચર્ચા
સુપ્રીમ કોર્ટે આ મામલે આ અગાઉ સુનાવણી 17 ડિસેમ્બરના કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, કિસાન જો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યાં છે તો હાલ આ મામલે યથાસ્થિતિ રહેવા દો. આ પહેલા સુપ્રી કોર્ટે વિવાદને દૂર કરવા માટે ચર્ચા પર ભાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આંદોલનના કારણે કોરોના સંક્રમણ (Corona Pandemic)ના ખતરા પર ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર પાસે આંદોલન દરમિયાન કોરોના પ્રોટોકોલ જાળવવા માટેની સંબંધિત જાણકારી માંગી હતી. આ આંદોલન વચ્ચે બર્ડ ફ્લૂ (Bird Flu)નો કિસ્સો પણ દિલ્હીની સીમાઓની આસપાસ ગુંજતો જોવો મળ્યો છે. કિસાનોના આ આંદોલનમાં ખાલિસ્તાનના ફ્લેગ અને કેનેડાથી થયેલા ફન્ડિંગ પર પણ ચિંતા વ્યક્ત કરી છે.


આ પણ વાંચો:- ટ્રેનના સીટ કવરથી બનાવ્યું બોલ્ડ Crop Top, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ, જાણો પછી શું થયું


ખેડૂતોને ચમત્કારની આશા
અગાઉની સુનાવણીમાં હાલનો અડચણ હલ કરવાના હેતુ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું હતું. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું તે કાયદાઓની માન્યતા નક્કી ન થાય ત્યાં સુધી તેમના અમલીકરણ પર રોક લગાવી શકે છે. તેથી, આજની સુનાવણી દરમિયાન, આંદોલનકારી ખેડુતો તેમના પક્ષમાં કોઈ ચમત્કારની આશા રાખી શકે છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કાયદો પાછો લેવાને બદલે તે જોગવાઈઓ પર ચર્ચા કરવા તૈયાર છે જેના પર ખેડૂત સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે.


આ પણ વાંચો:- ગુજરાત સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, દિલ્હી અને મહારાષ્ટ્રના નમૂનાનો ઇંતઝાર


ખેડૂત આંદોલનકારીઓ મક્કમ છે. જો કે, તેઓ ચોક્કસપણે ઇચ્છે છે કે સરકાર દરેક પ્રકારની ખરીદીમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીની બાંયધરી આપે. આજની સુનાવણીથી દિલ્હીના વ્યાપારી અને જનતા બંને મામલાને હલ કરવાની આશા રાખી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube