નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે રાફેલ ફાઇટર પ્લેન મુદ્દે સુનવણી થઇ હતી. સુનવણી દરમિયા એટોર્ની જનરલ (સરકારનાં વકીલ)એ કહ્યું કે, રાફેલ સોદાની ફાઇલથી લીક થયેલા દસ્તાવેજમાં વિમાનની કિંમત જણાવવામાં આવી છે. રાફેલ વિમાનની કિંમત જણાવવી તે સોદાની શરતોની વિરુદ્ધ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટોર્ની જનરલે કહ્યું કે, અરજીકર્તાએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે તેને પુરાવા માની શકાય નહી, કારણ કે તે ચોરી કરેલા છે. ગુપ્ત દસ્તાવેજને પુરાવા અધિનિયમ હેઠળ પુરાવા તરીકે સ્વીકારી શકાય નહી અને ન તો આવા ડોક્યુમેન્ટ્સને પબ્લિશ કરવામાં આવી શકે છે. આ બંન્ને ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે. 

એટોર્ની જનરલે કહ્યું કે, સીએજી રિપોર્ટ દાખલ કરવામાં સરકારને ચુક થઇ છે, તેમાં ત્રણ પેજ ગાયબ છે. તેઓ આ પેજને પણ રેકોર્ડ પર લાવવા માંગે છે. એટોર્ની જનરલથી લીક થયેલા પેજોને રિવ્યૂ પિટીશનથી હટાવવાની માંગ કરી હતી. સરકારનો દાવો છે કે આ પ્રિવિલેજ્ડ ડોક્યુમેન્ટ્સ છે. 

એટોર્ની જનરલે કહ્યું કે, સંરક્ષણ મંત્રાલયથી લીક દસ્તાવેજોને પુનર્વિચાર અરજીથી હટાવવામાં આવે, કારણ કે આ દસ્તાવેજો પર ભારત સરકારનો અધિકાર છે. Classified documents / ગુપ્ત દસ્તાવેજ પુરાવાા તરીકે રજુ કરવાનાં નિયમ અનુસાર આ પ્રકારનાં ડોક્યુમેન્ટ્સને પુરાવા તરીકે માન્ય ગણી શકાય નહી. તે પુરાવા તરીકે માની શકાય નહી કારણ કે તે ચોરી કરેલા છે. આ ડોક્યુમેન્ટ્સમાં રાફેલની કિંમત જણાવવામાં આવી છે કે કારણ કે તે સોદાની શરતોનું ઉલ્લંઘન છે. 

વકીલ એમએલ શર્મા જો દસ્તાવેજ ગુપ્ત છે તો સરકારે હજી સુધી આ મુદ્દે અધિકારીક સિક્રેટ એક્ટ હેઠળ કેસ શા માટે દાખલ નથી કર્યો ? શું સરકાર આ મુદ્દે બેદરકારી દાખવી રહી છે તેવા પણ સવાલો ઉઠ્યા હતા. જે અંગે હવે આગામી સુનવણીમાં વિસ્તૃત દલિલો થશે.