Supreme Court On Electoral Bonds: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર તાબડતોબ પ્રભાવથી રોક લગાવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું કે ફંડ લાંચનો રસ્તો બની શકે એ સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં જેનાથી સરકારી નીતિઓ પ્રભાવિત થઈ શકે. આ અગાઉ સીજેઆઈએ સ્પષ્ટપણે કહ્યું કે નિર્ણય ભલે અલગ અલગ હોય પરંતુ સમગ્ર બેન્ચનું તારણ એક જ છે. કોર્ટે એ વાત પર વિચાર કર્યો કે શું ફંડ આપનારાની જાણકારી સૂચનાના હક હેઠળ આવે છે? કોર્ટે કોર્પોરેટ કંપની પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપવાની નિર્ધારિત મર્યાદાને હટાવવા ઉપર પણ વિચાર કર્યો છે. જાણો ચુકાદાની મહત્વની વાતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. કોર્ટે સ્વીકાર્યું કે ઈલેક્ટરોલ બોન્ડ સ્કીમ મતદારોને જાણવાના અધિકારીનું હનન કરે છે. બેન્ચે સ્વીકાર્યું કે આ સ્કીમ વોટરોના આર્ટિકલ 19(1)એનો  ભંગ કરે છે. 


2. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ સ્કીમ દ્વારા બ્લેક મની પર લગાવ કસવાની દલીલ આપીને મતદારોના પક્ષોના ફંડિંગ વિશે જાણવાના અધિકારથી તેમને વંચિત કરી શકાય નહીં. 


3. એ સંભાવનાથી ઈન્કાર ન થઈ શકે કે ફંડ લાંચનો રસ્તો પણ બની શકે છે. 


4. કોર્ટે કોર્પોરેટ કંપની પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપવાની નિર્ધારિત મર્યાદા હટાવવાના સરકારના નિર્ણયને મનમાની અને ખોટો ગણાવી દીધો. કોર્ટે ચુકાદો આપ્યો કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર તરત રોક લાગે. 


5. કોર્ટે SBI ને નિર્દશ આપ્યો છે કે તે ખુલાસો કરે કે કયા રાજનીતિક પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલો ફાળો મળ્યો છે. SBI આ જાણકારી ઈલેક્શન કમિશનને આપશે. ચૂંટણી પંચ 31 માર્ચ સુધીમાં સમગ્ર જાણકારી વેબસાઈટ પર મૂકશે. હજુ સુધી જે રાજકીય પક્ષોએ બોન્ડને કેશ કરાવ્યા નથી તેઓ બેંકને પાછા આપશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube