સુપ્રીમ કોર્ટના અનાદર મામલે વિજય માલ્યાને કોર્ટે 4 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને 2000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. દંડ ન ચૂકવે તો વધુ 2 મહિનાની સજા માલ્યાએ ભોગવવી પડશે. એટલું જ નહીં કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર પણ 4 અઠવાડિયામાં ચૂકવવા કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની 3 સભ્યોવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો. વાત જાણે એમ છે કે ભારતીય સ્ટેટ બેંકે વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટનો આદેશ છતાં બાકી રકમની ચૂકવણી ન કરી હોવા બદલ અરજી કરી હતી. કોર્ટે 10 માર્ચના રોજ માલ્યાની સજા પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલા 9મી મે 2017ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશનો અનાદર કરવા મામલે દોષિત ઠેરવતા તેમના વિરુદ્ધ અનાદરની કાર્યવાહી શરૂ કરી હતી. વિજય માલ્યાએ પોતાની સંપત્તિની પૂરી વિગતો જેમની પાસેથી અબજો રૂપિયાની લોન લીધી હતી તે બેંકો અને સંબંધિત ઓથોરિટીને આપી નહતી. 


મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય હાઈ વોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસના 5 ધારાસભ્યો એકાએક 'ગૂમ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube