નવી દિલ્હી: સંજય લીલા ભણસાલીની પિરિયોડિકલ ફિલ્મ પદ્માવત નિર્માણ સમયથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ચાર રાજ્યોએ રિલીઝ પર પ્રતિબંધ લગાવ્યાં બાદ ફિલ્મના મેકર્સે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેની આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આજે સુપ્રીમ કોર્ટે આ અંગે મોટો ફેંસલો આપ્યો છે. હરિયાણા, રાજસ્થાન, ગુજરાત દ્વારા ફિલ્મની રિલીઝ પર લગાવવામાં આવ્યો હતો. આ પ્રતિબંધના આદેશ પર સુપ્રીમે રોક લગાવી દીધી છે. એટલે કે હવે આ ફિલ્મની દેશભરમાં રિલીઝને કોર્ટનું પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે. પરંતુ આ પહેલીવાર નથી થયું કે જ્યારે વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મને કાયદા તરફથી જીવનદાન મળ્યું છે. અનેકવાર જ્યાં ફિલ્મો સેન્સર બોર્ડના દરવાજા ઉપર જ અટકી જાય છે ત્યાં અનેક ફિલ્મોએ સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ પણ વિરોધનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મોહલ્લા અસ્સી'
સની દેઓલ અને સાક્ષી તંવરની વ્યંગાત્મક ફિલ્મ 'મોહલ્લા અસ્સી' લાંબા સમય સુધી સેન્સર બોર્ડના દરવાજા પર પડી રહી પરંતુ સેન્સર બોર્ડે તેને પાસ કરી નહીં. હાલમાં જ દિલ્હી હાઈકોર્ટે આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પ્રસ્તાવિત 10માંથી 9 કટ રદ કરતા 12 ડિસેમ્બરના રોજ નિર્દેશ આપ્યો કે તેઓ એક અઠવાડિયાની અંદર ફિલ્મને 'એ' પ્રમાણપત્ર આપે. અત્રે જણાવવાનું કે દિલ્હી હાઈકોર્ટે 30 જૂન 2015ના રોજ ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવી હતી. કોર્ટે પહેલી નજરમાં ધાર્મિક ભાવનાઓ આહત હોવાને ધ્યાનમાં રાખીને પ્રદર્શન પર રોક લગાવી હતી. ક્રોસવર્ડે પોતાની અરજીમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (સીબીએફસી)ના 14 જૂન 2016 અને એફસીએટીના 24 નવેમ્બર 2016ના આદેશને પડકાર્યો હતો. 


ઈન્દુ સરકાર
નિર્દેશક મધુર ભંડારકરની આ ફિલ્મ સેન્સર બોર્ડથી તો પાસ થઈ ગઈ પરંતુ આ ફિલ્મની રિલીઝને રોકવા માટે ખુદને દિવંગત સંજય ગાંધીની જૈવિક પુત્રી બતાવતી એક મહિલાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આવામાં સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે ઈન્દુ સરકારને 28 જુલાઈ, 2017ની રિલીઝનો રસ્તો સાફ કરી દીધો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ ફિલ્મ કાયદાના દાયરામાં એક કલાત્મક અભિવ્યક્તિ છે અને તેની ગુરુવારની રિલીઝને રોકવાનો કોઈ ઔચિત્ય નથી.