નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના અમલીકરણ પર રોક લગાવવાની હાલ તો સુપ્રીમ કોર્ટે (Supreme Court ) સ્પષ્ટ ના પાડી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીનો સમય કેન્દ્રને જવાબ આપવા માટે આપ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 59 અરજીઓ સુપ્રીમમાં દાખલ થઈ હતી જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ, અને જસ્ટિસ સૂર્યકાન્ત સામે કુલ 59 અરજીઓ સૂચિબદ્ધ હતી. જેમાં અરજીકર્તાઓમાં કોંગ્રેસના જયરામ રમેશ, AIMIMના અસદુદ્દીન ઓવૈસી, TMCના મહુઆ મોઈત્રા, RJDના મનોજ ઝા, જમીયત ઉલેમા એ હિન્દ અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સામેલ હતાં. 


નાગરિકતા સંશોધન કાયદાને ભારતના મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી: ઈમામ બુખારી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયરામ રમેશની અરજીમાં માગણી કરાઈ છે કે સુપ્રીમ કોર્ટ નાગરિકતા સંશોધન કાયદા 2019ને સમાનતાના અધિકારનો ભંગ ગણાવીને રદ જાહેર કરે. આ ઉપરાંત કોર્ટ જાહેર કરે કે આ કાયદો 1985ના આસામ સંધિની વિરુદ્ધ છે. આ કાયદો સુપ્રીમ કોર્ટના સર્બાનંદ સોનોવાલમાં અપાયેલા ચુકાદાનો પણ ભંગ કરે છે આથી તેને રદ કરવામાં આવે. જયરામ રમેશની એવી પણ માગણી છે કે કોર્ટ જાહેર કરે કે નાગરિકતા સંશોધન કાયદો આંતરરાષ્ટ્રીય સંધિઓનો ભંગ કરે છે જેના પર ભારતે હસ્તાક્ષર કર્યા છે. 


જુઓ LIVE TV


જામિયા હિંસા: 2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં 10 લોકોને બનાવાયા આરોપી, મોટાભાગના 22 વર્ષના


આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ તથા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરીને નાગરિકતા સંશોધન કાયદાને પડકાર્યો હતો. અરજીમાં નાગરિકતા કાયદાને ગેરબંધારણીય ગણાવતા રદ કરવાની માગણી કરાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....