હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે
સુપ્રીમ કોર્ટનો ચુકાદો હવે બહુ જલદી હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે. આ મહિનાના અંત સુધીમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ માત્ર અંગ્રેજીમાં નહીં પરંતુ હિન્દી સહિત 6 ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટનો ચુકાદો હવે બહુ જલદી હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે. આ મહિનાના અંત સુધીમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ માત્ર અંગ્રેજીમાં નહીં પરંતુ હિન્દી સહિત 6 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. સુપ્રીમ કોર્ટ વેબસાઈટ પર અત્યાર સુધી માત્ર અંગ્રેજી ભાષામાં જ ચુકાદો ઉપલબ્ધ રહેતો હતો. મહિનાના અંત સુધીમાં હિન્દી સહિત છ ભાષાઓમાં વેબસાઈટ પર ચુકાદો ઉપલબ્ધ થશે. એટલે કે હવે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ચુકાદાની કોપી અંગ્રેજી ઉપરાંત હિન્દી, આસામી, મરાઠી, ઉડિયા, કન્નડ અને તેલુગુ ભાષામાં પણ મળી રહેશે.
HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
આ માટે ચીફ જસ્ટિસે સોફ્ટવેરને ગ્રીન સિગ્નલ આપી દીધુ છે. સુપ્રીમ કોર્ટની આ ઈન હાઉસ ઈલેક્ટ્રોનિક સોફ્ટવેર વિંગ તેના માટે કામ કરી રહી છે.
નોંધનીય છે કે 2017માં કોચીમાં એક કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એ વાત પર ભાર મૂક્યો હતો કે ચુકાદો પ્રાદેશિક ભાષામાં પણ હોવો જોઈએ, જેનાથી બિન અંગ્રેજી ભાષી લોકોને ફાયદો થશે. શરૂઆતમાં સિવિલ મેટર જેમાં બે લોકો વચ્ચેનો વિવાદ, ક્રિમિનલ મેટર, મકાન માલિક અને ભાડુઆત વચ્ચેનો મામલો, તથા વૈવાહિક વિવાદ સંબંધિત મામલાઓના ચુકાદાને પ્રાદેશિક ભાષાઓમાં અપલોડ કરાશે. હિન્દી, તેલુગુ, આસામી, કન્નડ, મરાઠી અને ઉડિયા ભાષાઓમાં ચુકાદો ઉપલબ્ધ કરાવાશે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...