શિવસેના સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી એક ઓગસ્ટ પર ટળી, CJI એ કહ્યું-મોટી બેન્ચને મોકલાશે મામલો
Maharashtra political crisis: મહારાષ્ટ્ર મામલે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ હીમા કોહલીની બેન્ચ દ્વારા કરવામાં આવી. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે આ મામલે હવે આગામી સુનાવણી પહેલી ઓગસ્ટે થશે. આ સાથે કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવીને સોગંદનામું દાખલ કરવા પણ જણાવ્યું છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર કેસમાં પાંચ જજની બંધારણીય પેનલ પણ રચાઈ શકે છે.
Maharashtra political crisis: મહારાષ્ટ્ર મામલે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ હીમા કોહલીની બેન્ચ દ્વારા કરવામાં આવી. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે આ મામલે હવે આગામી સુનાવણી પહેલી ઓગસ્ટે થશે. આ સાથે કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવીને સોગંદનામું દાખલ કરવા પણ જણાવ્યું છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર કેસમાં પાંચ જજની બંધારણીય પેનલ પણ રચાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ અંગે પણ સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં અનેક બંધારણીય મુદ્દા છે. જેના પર મોટી બેન્ચના ગઠનની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પક્ષોને આગામી બુધવાર સુધીમાં બંધારણીય સવાલ દાખલ કરવાનું જણાવ્યું. એક ઓગસ્ટે હવે સુનાવણી થશે. ત્યાં સુધીમાં અયોગ્યતા પર કોઈ કાર્યવાહી થશે નહીં.
આજે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં ઉદ્ધવ ઠાકરેનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે જો આ અંગે મંજૂરી આપવામાં આવી તો દેશમાં કોઈની પણ સરકાર પડી શકે છે. સિબ્બલે કહ્યું કે જો આ પ્રકારે ચૂંટાયેલી સરકાર પલટી ગઈ તો લોકશાહી જોખમાશે. આ પ્રકારની પરંપરાની શરૂઆત મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારે સારી નથી. ઉદ્ધવ શિવસેના ગ્રુપના ધારાસભ્યોને કોઈ સંરક્ષણ નથી.
કોર્ટ સામે સિબ્બલે કહ્યું કે રાજ્યપાલ જાણતા હતા કે એકનાથ શિંદેની અયોગ્યતાનો મામલો હજુ સ્પીકર સામે પેન્ડિંગ છે છતાં તેમણે તેમને શપથ લેવડાવી. પાર્ટીના વ્હિપનો ભંગ કરાયો છે. આ કાયદાનો ભંગ છે. તેમણે સ્વેચ્છાએ પોતાને પાર્ટીથી અલગ કર્યા. વ્હિપ વિરુદ્ધ મતદાન કર્યું. તેમને અયોગ્ય જાહેર કરવા જોઈએ. રાજ્યપાલે તેમને શપથ લેવાની મંજૂરી આપવી જોઈતી નહતી. પક્ષપલટો કરનારા વિધાયકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાથી ડેપ્યુટી સ્પીકરને કેવી રીતે રોકી શકાય. કેવી રીતે ફરીથી સરકાર બનાવવા માટે મંજૂરી આપી શકાય.
અભિષેક મનુ સિંઘવીએ તત્કાલિન ડેપ્યુટી સ્પીકર તરફથી દલીલ કરતા કહ્યું કે એક અનાધિકૃત મેઈલથી ડેપ્યુટી સ્પીકરને એક ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી સ્પીકર પર અવિશ્વાસની વાત કહી. આવા મેઈલને કેવી રીતે સ્વીકારી શકાય? તમે આ ઈમેઈલના આધારે કેવી રીતે કહી શકો કે આ વ્યક્તિનું સ્ટેટસ હવે માન્ય નથી. 10થી વધુ ચુકાદા છે જ્યાં તેને બંધારણીય પાર ગણવામાં આવ્યું છે. ગુવાહાટી જવાના એક દિવસ પહેલા આ લોકોએ ઉપસભાપતિને એવું કહેતા મેઈલ કર્યો હતો કે અમને તમારા પર ભરોસો નથી. વિધાયકોને અયોગ્ય ઠેરવવાના કેસમાં જ્યારે ડેપ્યુટી સ્પીકરના હાથ બંધાયેલા હતા ત્યારે ફ્લોર ટેસ્ટ થવો જોઈતો નહતો.
એકનાથ શિંદે તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે અયોગ્યતાનો નિયમ શિંદે કેસમાં લાગૂ થતો નથી. કારણ કે જો કોઈ પાર્ટીમાં બે જૂથ થાય અને જેની પાસે વધુ સંખ્યા હોય તે કહે છે કે હવે હું નેતા છું અને સ્પીકર માને છે તો તે અયોગ્યતામાં કેવી રીતે જશે. આંતરિક પાર્ટી લોકતંત્રનું ગળું ઘોંટાઈ રહ્યું છે. જો પાર્ટીમાં અસંતોષ હોય અને પાર્ટીમાં કોઈ અન્ય વ્યક્તિને નેતા તરીકે પસંદ કરાય છે તો આવું તમામ લોકતંત્રમાં થતું હોય છે. એવા દેશ છે જ્યાં પીએમએ પણ હટવું પડે છે. આ ધારાસભ્યોએ સદનમાં બહુમત સાબિત કરીને સ્પષ્ટ કર્યું કે તેઓ તે પક્ષપલટો નથી.
બીજી બાજુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીઓમાં અનેક મામલા છે. અમને કેસની પેપરબુક જોઈએ. આ સાથે જ કોર્ટે કહ્યું કે આ કેસને મોટી બેન્ચને મોકલવાની જરૂર છે. જેના પર સાલવે, સિંઘવી, સિબ્બલે પણ સહમતિ વ્યક્ત કરી. કેટલાક પહેલુઓ મોટી બેન્ચમાં જવા જોઈએ તેવું કોર્ટે કહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube