કોલકાતા પોલીસ ચીફની પૂછપરછ થઈ શકે, દંડાત્મક કાર્યવાહી નહી, જાણો સુપ્રીમના આદેશની મહત્વની વાતો
સીબીઆઈ વિરુદ્ધ મમતા બેનરજી મામલે આજે સુપ્રીમ કોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડમાં તપાસ એજન્સીની અરજીઓ પર સુનાવણી હાથ ધરી અને અનેક મહત્વના આદેશ આપ્યાં. સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને આદેશ આપ્યો કે તેઓ સીબીઆઈ સમક્ષ હાજર થાય અને શારદા ચિટ ફંડ કૌભાંડની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે. આ સાથે જ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.
નવી દિલ્હી: સીબીઆઈ વિરુદ્ધ મમતા બેનરજી મામલે આજે સુપ્રીમ કોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડમાં તપાસ એજન્સીની અરજીઓ પર સુનાવણી હાથ ધરી અને અનેક મહત્વના આદેશ આપ્યાં. સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને આદેશ આપ્યો કે તેઓ સીબીઆઈ સમક્ષ હાજર થાય અને શારદા ચિટ ફંડ કૌભાંડની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે. આ સાથે જ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.
સુપ્રીમે મમતાને આપ્યો મોટો ઝટકો, રાજીવ કુમારને CBI સમક્ષ હાજર થવા કહ્યું
જાણો સુનાવણીના કેટલાક મહત્વના મુદ્દાઓ....
- કોલકાતા પોલીસે છેડછાડ કરેલા કોલ ડેટા આપ્યા- એટોર્ની જનરલ
- ચિટ ફંડ કૌભાંડની તપાસ માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એસઆઈટીનું નેતૃત્વ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર કરી રહ્યાં હતાં- એટોર્ની જનરલ
- કોલકાતા પોલીસ પ્રમુખને તપાસ માટે હાજર થવાનું કહી શકાય છે અને સીબીઆઈની અવગણના અરજી પર નોટિસ જારી કરાશે- સુપ્રીમ કોર્ટ
- કોલકાતા પોલીસ ચીફ રાજી વકુમાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ એ એમ સિંઘવીએ આરોપ લગાવ્યો કે સીબીઆઈએ પોતાના નંબર વધારવા માટે આ પગલું લીધુ.
- કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો અને શારદા ચિટ ફંડ કૌભાંડની તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો.
- કોલકાતા પોલીસ પ્રમુખ રાજીવ કુમારની ધરપકડ સહિત કોઈ પણ દંડાત્મક કાર્યવાહી કરી શકાશે નહી- સુપ્રીમ કોર્ટ
- કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ડીજીપી, કોલકાતા પોલીસ કમિશનરને સીબીઆઈ દ્વારા તેમના વિરુદ્ધ દાખલ અરજીઓ પર જવાબ આપવા કહ્યું.
- સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળના પ્રમુખ સચિવ, ડીજીપી, કોલકાતા પોલીસ પ્રમુખને 20 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર થવાનું કહી શકે છે.
- સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે 20 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.