નવી દિલ્હી : યૌન શોષણ અને બળાત્કાર કેસ મામલે મોટો ચૂકાદો આવી શકે છે. આવા કિસ્સામાં કેસની આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી આરોપીઓની ઓળખ જાહેર ન કરવા મામલે કાયદામાં ફેરફાર થઇ શકે છે. યૌન શોષણ અને બળાત્કાર કેસમાં આરોપીની ઓળખ જાહેર ન કરવા અંગે થયેલી એક રિટ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૌન શોષણ અને બળાત્કાર કેસમાં પીડિતાની ઓળખ જાહેર ન કરવા અંગે કાયદો છે. સમાજમાં પીડિતાની ઓળખ છતી ન થાય અને એના માન સન્માનને અસર ન પહોંચે એ માટે પીડિતાની ઓળખ છતી કરવામાં આવતી નથી. પરંતુ આવા કિસ્સામાં જ્યાં સુધી આરોપી ગુનેગાર જાહેર ન થાય ત્યાં સુધી આરોપીની પણ ઓળખ જાહેર ન કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 


આ પણ વાંચો: શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થીનું ગળું દબાવ્યું...


બીજી તરફ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, જો આ મામલે કોર્ટમાં કરાયેલી અરજી સંદર્ભે જો તરફેણમાં ચૂકાદો આવે તો કેસની આખરી તબક્કા સુધી આરોપીઓની ઓળખ જાહેર કરી નહીં શકાય. જો આરોપી ગુનેગાર સાબિત થાય તો જ એની ઓળખ જાહેર કરી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝ જુઓ LIVE TV