Gyanvapi Survey Latest Udpate: યુપીના વારાણસીમાં ચાલી રહેલા જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે પર રોક લગાવાની માંગણી કરતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીમાં ચાલી રહેલા ASI સર્વે પર બુધવાર સાંજ 5 વાગ્યા સુધી રોક લગાવી છે અને મુસ્લિમ પક્ષને કહ્યું કે તમે હાઈકોર્ટ જાઓ. આ અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ASI ને કહી શકીએ કે ત્યાં સુધી યથાસ્થિતિ જળવાવવી જોઈએ.  મુસ્લિમ પક્ષની માંગણી હતી કે સર્વે પર રોક જ લગાવવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે ASI ને નિર્દેશ આપી શકીએ કે હાલ કોઈ ખોદકામ ન થાય. તેની સુનાવણી શુક્રવારે કરી શકીએ છીએ. અત્રે જણાવવાનું કે આજે મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપી સર્વેનો મામલો CJI ની બેન્ચ સમક્ષ રજૂ કર્યો.  હિન્દુ પક્ષે સર્વે પર રોક લગાવવાી મુસ્લિમ પક્ષની માંગણીનો વિરોધ કર્યો. હિન્દુ પક્ષે કહ્યું કે જે સર્વે થઈ રહ્યો છે તેમાં સીલ કરાયેલો એરિયા સામેલ નથી. 


હિન્દુ પક્ષે કર્યો અરજીનો વિરોધ
સીજેઆઈએ કહ્યું કે મામલો પહેલેથી જ 28 જુલાઈની સુનાવણી માટે લિસ્ટેડ છે. ત્યારે મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે અમને તેનાથી કોઈ મુશ્કેલી નથી. જિલ્લા જજે સર્વેનો આદેશ આપ્યો છે. આથી જલદી સુનાવણીની માંગણી સાથે અમે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છીએ. સીજેઆઈએ કહ્યું કે તમે હાઈકોર્ટ કેમ જતા નથી. સીજેઆઈએ સલાહ આપી કે આ સર્વે તમારા જૂના આદેશનો ભંગ છે. અમે હાલ રોક ઈચ્છીએ છીએ. હિન્દુ પક્ષે સર્વે પર રોકની મુસ્લિમ પક્ષની માંગણીનો વિરોધ કર્યો. હિન્દુ પક્ષે કહ્યું કે ASI સર્વેની અરજી સુનાવણીના લિસ્ટમાં નથી. સર્વે પર રોકનું ઔચિત્ય નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube