મોતિયાનું ઓપરેશન સરકારી હોસ્પિટલોમાં 10 હજાર રૂપિયાની અંદર થઈ જાય છે જ્યારે આ જ ઓપરેશન માટે પ્રાઈવેટ હોસ્પિટલોમાં 30 હજારથી લઈને 1.40 લાખ રૂપિયા સુધી ચાર્જ વસૂલવામાં આવે છે. સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોના ચાર્જિસમાં આટલું અંતર કેમ છે? સુપ્રીમ કોર્ટે તેને ગંભીરતાથી લીધુ છે. કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે રાજ્યો સાથે મળીને એક સ્ટાન્ડર્ડ રેટ નક્કી કરે. સુપ્રીમ કોર્ટે મહિનાની અંદર આ અંગે નોટિફિકેશન બહાર પાડવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કડક અવાજમાં કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર સમાધાન શોધવામાં નિષ્ફળ જાય તો અમે CGHS પ્રમાણે સ્ટાન્ડર્ડ રેટ નક્કી કરવાની અરજીકર્તાની ગુહાર પર વિચાર કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેટ નક્કી કરવા અનિવાર્ય
SCએ 14 વર્ષ જૂના કાનૂન ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) રૂલ્સ-ને લાગૂ કરવા માટે જણાવ્યું છે. જે હેઠળ રાજ્યો સાથે વાતચીત કરીને મહાનગરો, શહેરો અને કસ્બાઓમાં સારવાર અને વિવિધ પ્રકારના ઓપરેશનોના સ્ટાન્ડર્ડ રેટ્સ નક્કી કરવા અનિવાર્ય છે. 


સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમણે આ અંગે રાજ્યોને વારંવાર લખ્યું પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. કોર્ટે કહ્યું કે સ્વાસ્થ્ય સેવાઓ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. કેન્દ્ર સરકાર તેના આદાર પર પોતાની જવાબદારીથી બચી શકે નહીં. આ મામલે જસ્ટિસ બી આર ગવઈ, અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સુનાવણી કરી. કોર્ટે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવને નિર્દેશ આપ્યો કે મહિનાની અંદર સ્ટાન્ડર્ડાઈઝેશન પૂરું કરવામાં આવે. 


ડ્રોમાં નામ સિંઘવીનું નીકળ્યું, છતાં ભાજપના હર્ષ મહાજન કેવી રીતે જીતી ગયા? ખાસ જાણો


હોસ્પિટલોના રેટ- શું કહે છે નિયમો
સુપ્રીમ કોર્ટમાં દાખલ PIL 'વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઈન પબ્લિક લાઈફ' નામની એનજીઓએ દાખલ કરી છે. તેમના એડવોકેટ દાનિશ ઝૂબેરે કોર્ટને જણાવ્યું કે કેન્દ્રએ  કોવિડ સમયગાળામાં ઈલાજના સ્ટાન્ડર્ડ રેટ નક્કી કરવામાં સ્ફૂર્તિ દેખાડી હતી. હવે જો રાજ્યો સહયોગ ન કરી રહ્યા હોય તો એ જ કેન્દ્રીય કાયદાઓનો ઉપયોગ કરીને ફી નક્કી કરી શકાય છે. 


ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) રૂલ્સ હેઠળ તમામ હોસ્પિટલો, અને ક્લિનિકલ સંસ્થાઓએ પોતાનું રજિસ્ટ્રેશન બચાવી રાખવા માટે દર્દીઓની દરેક સેવા અને સુવિધા માટે ચાર્જ કરનારા દરોને સ્થાનિક ભાષાની સાથે સાથે અંગ્રેજીમાં એક ખાસ જગ્યાએ પ્રદર્શિત કરવા જોઈએ અને રાજ્ય સરકારોની સલાહથી સમયાંતરે કેન્દ્ર દ્વારા નિર્ધારિત અને બહાર પાડવામાં આવેલા દરોની મર્યાદાની અંદર જ દરેક પ્રકારની પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ફી વસૂલવી જોઈએ. 


ગજબ છે આ ભારતીય બિઝનેસમેન, 2.5 કરોડ આપી UAE ની જેલોમાંથી 900 કેદીઓને છોડાવ્યા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube