`ભગવાનને તો રાજકારણથી દૂર રાખો....` તિરુપતિ લાડુ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની તીખી ટિપ્પણી
તિરુપતિ મંદિરના લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી. તિરુપતિ મંદિરના લાડુની શુદ્ધતાને લઈને દાખલ કરાયલી અરજીઓ પર ચાલી રહેલી સુનાવણી દરમિાયન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ શ્રદ્ધાળુઓની આસ્થાનો સવાલ છે. સુનાવણી દરમિયાન કોર્ટે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લેબ રિપોર્ટ જારી કરવાના સમય ઉપર પણ આપત્તિ જતાવવામાં આવી.
તિરુપતિ મંદિરના લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી. તિરુપતિ મંદિરના લાડુની શુદ્ધતાને લઈને દાખલ કરાયલી અરજીઓ પર ચાલી રહેલી સુનાવણી દરમિાયન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ શ્રદ્ધાળુઓની આસ્થાનો સવાલ છે. સુનાવણી દરમિયાન કોર્ટે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લેબ રિપોર્ટ જારી કરવાના સમય ઉપર પણ આપત્તિ જતાવવામાં આવી. જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સુબ્રમણ્યન સ્વામીના વકીલે કહ્યું કે નિર્માણ સામગ્રી રસોડામાં તપાસ વગર જતી હતી. તપાસમાં ખુલાસો થયો. તેના સુપરવિઝન માટે સિસ્ટમ જવાબદાર હોવી જોઈએ. કારણ કે તે દેવતાનો પ્રસાદ હોય છે જે જનતા અને શ્રદ્ધાળુઓ માટે પરમ પવિત્ર હોય છે. અત્રે જણાવવાનું કે હાલ તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમમાં સુનાવણી ચાલુ છે.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની કોર્ટની નિગરાણીમાં તપાસની માંગણી કરાઈ છે. તેમનો દાવો છે કે તિરુપતિ મંદિરના લાડુ બનાવવામાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરાયો. આ બધા વચ્ચે રાજ્ય સરકારની એક સોસાયટી પ્રસાદમની ગુણવત્તા અને લાડુમાં ઉપયોગમાં લેવાયેલા ઘીની તપાસ માટે તિરુપતિમાં છે. તિરુપતિ મંદિર બોર્ડ તરફથી સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ અને આંધ્ર પ્રદેશ રાજ્ય તરફથી સીનિયર એડવોકેટ વકીલ મુકુલ રોહતોગી હાજર રહ્યા.
કોર્ટે ઉઠાવ્યો સવાલ
જસ્ટિસ બી આર ગવાઈએ આંધ્ર પ્રદેશ સરકાર તરફથી હાજર સીનિયર એડવોકેટ મુકુલ રોહતોગીના સવાલનો જવાબ આપતા કહ્યું કે, જ્યારે તમે બંધારણીય પદ પર હોવ છો ત્યારે તમારી પાસેથી આશા રાખવામાં આવે છે કે દેવતાઓને રાજકારણથી દૂર રાખવામાં આવશે. કોર્ટે રોહતગીને એ પણ પૂછ્યું કે તમે એસઆઈટી માટે આદેશ આપ્યો, પરિણામ આવે તે પહેલા પ્રેસમાં જવાની શરૂ જરૂર છે. તમે હંમેશાથી જ આવા મામલાઓમાં હાજર રહેતા આવ્યા છો, આ બીજીવાર છે.
ચંદ્રબાબુ નાયડુ સરકાર તરફથી રોહતગીએ તર્ક આપ્યો કે આ વાસ્તવિક અરજીઓ નથી. ગત સરકાર દ્વારા હાલની સરકાર પર હુમલો કરવાની કોશિશ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે એમ પણ પૂછ્યું કે એ વાતનો શું પુરાવો છે કે લાડુ બનાવવા માટે દૂષિત ઘીનો ઉપયોગ કરાયો હતો. તેના પર તિરુપતિ મંદિર તરફથી હાજર થયેલા વકીલ સિદ્ધાર્થ લૂથરાએ જણાવ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. ત્યારબાદ જસ્ટિસ ગવઈએ કહ્યું કે તો પછી તરત પ્રેસમાં જવાની શું જરૂર હતી. તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.
જ્યારે લૂથરાએ કોર્ટને જણાવ્યું કે લોકોએ ફરિયાદ કરી હતી કે લાડુનો સ્વાદ બરાબર નથી. તો કોર્ટે પૂછ્યું કે જે લાડુનો સ્વાદ અલગ હતો, શું તેને લેબમાં એ જાણવા માટે મોકલવામાં આવ્યો હતો કે તેમાં દુષિત પદાર્થ તો નથી?
જસ્ટિસ વિશ્વનાથને ત્યારે પૂછ્યું કે શું વિવેક એ નથી કહેતો કે તમે બીજો મત લો? સામાન્ય પરિસ્થિતિઓમાં આપણે બીજો મત લઈએ છીએ. એ વાતનો કોઈ પુરાવો નથી કે દુષિત ઘીનો ઉપયોગ કરાયો હતો.
કોર્ટે સીનિયર ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી, રાજ્યસભા સાંસદ અને ટીટીડીના પૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડી અને ઈતિહાસકાર વિક્રમ સંપત તથા આધ્યાત્મિક પ્રવચન વક્તા દુષ્યંત શ્રીધર દ્વારા દાખલ કરાયેલી 3 અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.