કમલનાથ સરકાર રહેશે કે જશે? કાલે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમે શુક્રવારે કમલનાથ સરકારને ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હી/ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય નાટક વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સાંજે પાંચ કલાક સુધી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગૃહની કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેંગલુરૂમાં રહેલાં 16 ધારાસભ્યો પોતાની ઈચ્છા પ્રમાણે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે. સર્વોચ્ચ કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને આ ધારાસભ્યોને સુરક્ષા આપવાનો પણ આદેશ આપ્યો છે.
સુપ્રીમના નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 'આતંક, દબાવ, લોભ, પ્રલોભનના પ્રયાસ બાદ કમલનાથજી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યાં. તેમાં દિગ્વિજય સિંહ પણ લાગેલા હતા. તેથી માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય શિરોમાન્ય છે. કાલે ફ્લોર ટેસ્ટ થશે. હાથ ઉઠાવીને થશે અને અમારો વિશ્વાસ છે કે અલ્પમતની સરકાર જશે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube