Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો વધુ વિગતો
એકબાજુ જ્યાં જહાંગીરપુરી વિસ્તારમાં એમસીડી તરફથી બુલડોઝર દ્વારા ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર કાર્યવાહી થઈ રહી છે ત્યાં સુપ્રીમ કોર્ટમાંથી આ મામલે મોટો આદેશ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આ મામલે હવે આવતી કાલે સુનાવણી થશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં MCD ની કાર્યવાહી પર હાલ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આ મામલે હવે આવતી કાલે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે બે અરજી દાખલ થઈ છે. પહેલી અરજી યુપી, એમપી સહિત દેશના અન્ય ભાગોમાં બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ દાખલ થઈ છે અને બીજી અરજી દિલ્હીના જહાંગીરપુરગીરીમાં એમસીડીની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.
કોર્ટના આદેશનું કરીશું પાલન-એમસીડી
જમીયત ઉલેમા એ હિન્દ તરફથી વકીલ દુષ્યંત દવેએ જહાંગીરપુરીમાં થઈ રહેલી બુલડોઝર કાર્યવાહીનો મામલો ચીફ જસ્ટિસ સામે ઉઠાવવામાં આવ્યો હતો. આ અરજીમાં કોર્ટના હસ્તક્ષેપની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે હાલ જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટ હવે આ મામલે આવતી કાલે સુનાવણી કરશે. આ બધા વચ્ચે એમસીડીએ કહ્યું કે તેમનું પ્રશાસન સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube