નવી દિલ્હી : હવામાં ફેલાઇ રહેલા પ્રદુષણને લઇને કોર્ટે કડકાઇ શરૂ કરી છે. દિલ્હીમાં વધતા પ્રદુષણને અટકાવા તથા લોકોના સ્વાસ્થ્ય સામેના જોખમને પગલે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેને પગલે હવે જુના વાહનો ભંગાર બની જાય તો નવાઇ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં આકરા પાણી બતાવ્યા છે. આ વિસ્તારમાં 15 વર્ષ જુના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જુના ડીઝલ વાહનો ચલાવવા સામે પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આવા વાહનો રસ્તા પર ચાલતા દેખાય એને તુરંત જપ્ત કરી લેવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આવા વાહનોને પ્રતિબંધિત કરવા માટે 2015ના આદેશને કડકાઇથી અમલી બનાવવાના પણ નિર્દેશ આપ્યા છે. 


સતત 13મા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા


દિલ્હીમાં વાહન નોંધણી વિભાગ દ્વારા ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહથી અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધરવામાં  આવ્યું છે.  અત્યાર સુધી 15 વર્ષ જુના પેટ્રોલના અંદાજે 2 લાખ જેટલા વાહનોનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે અને હાલમાં પણ આ પ્રક્રિયા ચાલું જ છે. જુની 165 જેટલા વાહનો જપ્ત પણ કરવામાં આવ્યા છે. 


41 ટકા પ્રદુષણ વાહનોથી
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણની માત્રા ઘણી વધુ છે. લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવાય એવી સ્થિતિની રાવ છે. મિનિસ્ટ્રી ઓફ સાયન્સના રિપોર્ટ અનુસાર 41 ટકા પ્રદુષણ તો માત્ર વાહનોના ધુમાડાને કારણે છે. મીડિયા રિપોર્ટ્સના આધારે નોઇડામાં પ્રદુષણ ફેલાવનારા અંદાજે 40 હજાર જેટલા વાહનો રડારમાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં 4 હજાર જેટલા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી છે અને હાલમાં કાર્યવાહી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે.