નવી દિલ્હી: બકરી ઈદના અવસરે કોરોના સંલગ્ન પ્રતિબંધોમાં છૂટછાટ આપવાના કેરળ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેરળની પિનરઈ વિજયન સરકારને કહ્યું કે બજારના દબાણથી સ્વાસ્થ્યના અધિકાર સાથે રમત કરી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિ હોવા છતાં પ્રતિબંધોમાં આ પ્રકારે છૂટ આપવામાં આવી તે ડરામણું છે. જો કે આ તમામ ટિપ્પણીઓ કરવા છતાં કોર્ટે બાદમાં એમ પણ કહ્યું કે હવે અમે કેરળ સરકારના નોટિફિકેશનને રદ કરી શકીએ નહીં કારણ કે ઘોડો તબેલામાંથી છૂટી ચૂક્યો છે. 


નોંધનીય છે કે કેરળમાં બકરી ઈદના અવસરે કોરોના ગાઈડલાઈન્સમાં છૂટછાટ આપવામાં આવી. આ છૂટ 18થી 20 જુલાઈ વચ્ચે આપવામાં આવી જેમાં બજાર સંલગ્ન નિયમોમાં ઢીલ પણ સામેલ છે. એક બાજુ જ્યાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં કાવડ યાત્રા રદ કરવામાં આવી ત્યાં કેરળ સરકારના આ નિર્ણય બાદ સવાલ ઉઠવા લાગ્યા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. 


Coronavirus મહામારી મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવનારાઓને PM મોદીએ જડબાતોડ જવાબ આપ્યો, BJP સાંસદોને આપ્યો ખાસ મંત્ર


કોર્ટ તરફથી એવું પણ કહેવાયું કે કેરળ સરકાર બંધારણની કલમ 21 એટલે કે બધાને સમાન અધિકાર અને જીવનના અધિકાર જેવા મૌલિક અધિકારોની સાથે સાથે કલમ 144 ને પણ ધ્યાનમાં રાખે. 


Raj Kundra Arrested: આ રીતે ચાલતો હતો Soft Pornography નો સમગ્ર ખેલ, જાણો રાજ કુન્દ્રા અને ડર્ટી એપની INSIDE STORY


અત્રે જણાવવાનું કે ઈદના અવસરે પ્રતિબંધોમાં અપાયેલી છૂટનો વિરોધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી પણ કરાયો હતો. એસોસિએશને રાજ્ય સરકારને કોરોનાનો ખતરો ગણાવતા ચેતવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube