નવી દિલ્હી: કેન્દ્ર સરકારની તરફથી ગરીબ સવર્ણો માટે આપવામાં આવેલ 10 ટકા અનામત પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. સોમવારે 10 ટકા આરક્ષણ પર રોક લગાવાના સંબંધી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે પછીની સુનાવણીમાં કોર્ટ તે નક્કી કરશે તે આ મામલે સુનાવણી માટે બંધારણીય બેન્ચ મોકલવાની જરૂરીયાત છે કે નથી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે હવે 28 માર્ચે સુનાવણી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 1000 સમર્થકોની ફોજ સાથે પરસોત્તમ સાબરીયા ભાજપમાં જોડાયા


સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણની સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે 28 માર્ચે કરશે. સુપ્રીમ કોર્ટે આજે કાયદા પર રોક લગાવવા અને મામલો મોટી બેન્ચને મોકલવાના આદેશ આપવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે જે પણ જરૂરી આદેશ હશે, તેના પર હવે પછીની સુનાવણીની તારીખ પર નક્કી કરવામાં આવશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...