નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તેને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. સર્વોચ્ચ કોર્ટે જિલ્લા તંત્રને આદેશ આપતા કહ્યું કે, શિવલિંગવાળા સ્થાનને સુરક્ષા આપવામાં આવે, પરંતુ તેના કારણે નમાઝમાં મુશ્કેલી ન આવવી જોઈએ. આ સાથે સર્વોચ્ચ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરૂવારની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું- આગામી સુનાવણી માટે અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળનાર સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વે પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમે કર્યો ઇનકાર
આ સાથે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે આ કેસમાં નિચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેવામાં જિલ્લા અદાલતના ચુકાદાની રાહ જોવી જોઈએ. આ દરમિયાન યૂપી સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, યુપી સરકારને કેટલાક મુદ્દા પર તેમની સહાયતાની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટ તરફથી સર્વે કરાવવાના આદેશને પડકાર્યો, જે હેઠળ પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ  કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવામાં આવ્યા, રિપોર્ટ જમા કરવા બે દિવસનો સમય મળ્યો


શિવલિંગને નુકસાન ન પહોંચે
કોર્ટના આદેશ પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, વજૂખાનામાં શિવલિંગ મળ્યુ છે, જ્યાં હાથ-પગ ધોવાની જગ્યા છે. નમાઝની જગ્યા અલગ હોય છે. તે વાતની આશંકા છે કે શિવલિંગને નુકસાન ન પહોંચે. તેના પર જજે કહ્યુ કે અમે સુરક્ષાનો આદેશ આપીશું. મેહતાએ કહ્યુ કે, હું પૂર્ણ જાણકારી લીધા બાદ કાલે જાણકારી આપવા ઈચ્છુ છું. 


મસ્જિદ કમિટીના વકીલે પ્લેસ ઓફ વર્શિપ એક્ટની યાદ અપાવતા કહ્યું કે, તે આ મામલામાં સર્વે અને કોર્ટ કમિશનની નિમણૂક પર પ્રતિબંધ લગાવે. તેમણે કહ્યું કે આ મામલામાં યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપવો જોઈએ. તેમણે પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટનો હવાલો આપતા કહ્યુ કે, તેના સેક્શન 3માં યથાસ્થિતિની વાત કહેવામાં આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV