સુપ્રીમ કોર્ટે પેડ ન્યૂઝ પર અરજી નકારી, ચૂંટણી કમિશન પાસે જવાની આપી સલાહ
સુપ્રીમ કોર્ટે પેડ ન્યૂઝ પર ગાઇડલાઇન બનાવવા માટે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર સુનાવણીની મનાઇ કરી દીધી છે. જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પીઠે અરજી પર સુનાવણી કરવાની મનાઇ કરતાં જનહિતની અરજી દરેક સમસ્યાનું સમાધાન નથી. પીઠે કહ્યું કે આ મામલે અહીં સુનાવણી ન કરી શકાય અને અરજીને ઉપયુક્ત ફોરમમાં મામલો ઉઠાવવો જોઇએ. કોર્ટની આ ટિપ્પણી બાદ અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજી પરત લઇ લીધી છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પેડ ન્યૂઝ પર ગાઇડલાઇન બનાવવા માટે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર સુનાવણીની મનાઇ કરી દીધી છે. જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પીઠે અરજી પર સુનાવણી કરવાની મનાઇ કરતાં જનહિતની અરજી દરેક સમસ્યાનું સમાધાન નથી. પીઠે કહ્યું કે આ મામલે અહીં સુનાવણી ન કરી શકાય અને અરજીને ઉપયુક્ત ફોરમમાં મામલો ઉઠાવવો જોઇએ. કોર્ટની આ ટિપ્પણી બાદ અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજી પરત લઇ લીધી છે.
સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે 'શું તમારી પાસે વધુ કોઇ ફોરમ નથી. દુનિયામાં કોઇની પાસે બીજી કોઇ સમસ્યા નથી તો તે કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં દોડી આવે છે. સંવિધાનની કલમ 32 હેઠળ કોઇપણ ભારતીય નાગરિક પોતાના અધિકારોની રક્ષા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવે છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અરજીકર્તાએ આ અંગે ચૂંટણી કમિશન પાસે જવું જોઇએ.
શું છે સમગ્ર મામલો
ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે પેડ ન્યૂઝને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ કેંદ્ર સરકારને આદેશ આપે કે પેડ ન્યૂઝને લઇને વિદહિ આયોગ અને ચૂંટણી કમિશનની ભલામણો લાગૂ કરે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પેડ ન્યૂઝને આરપી એક્ટ હેઠળ ભ્રષ્ટ આચરણ ગણવામાં આવે અને ઇલેક્ટ્રોનિક મીડિયાની માફક જ (એટલે કે જ્યારે ચૂંટણી પ્રચાર ખતમ થઇ જાય છે, ત્યારબાદ કોઇ પેડ ન્યૂઝ ન બતાવી શકે) આ નિયમ પ્રિંટ મિડિયા, રેડિયો અને વેબસાઇટ પર લાગૂ કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી લોકતંત્રનો પાયો છે અને તેને ત્યારે પ્રાપ્ત કરી શકાય જ્યારે તેને મની પાવરથી દૂર રાખવામાં આવે.