NEET PG 2023 Postponement: દેશભરના ઘણા ડોક્ટરો દ્વારા 5 માર્ચથી શરૂ થનાર NEET PG 2023 પ્રવેશ પરીક્ષા સ્થગિત કરવામાં આવશે. કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત અરજીઓ રદ કરી દીધી. હવે નિર્ધારિત શિડ્યૂલના અનુસાર નીટ પીજી 2023 5 માર્ચ 2023 ના રોજ આયોજિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાં આ પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરનારી અરજીને નકારી કાઢી દેવામાં આવી છે. આ મામલે આજે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે અરજીને નકારી કાઢી હતી. એવામાં પરીક્ષાના આયોજનને લઇને સર્જાયેલી અસમંજસની સ્થિતિ સમાપ્ત થઇ ગઇ છે. બીજી તરફ સુનાવણી દરમિયાન એનબીઇએમએસના પક્ષ રાખી રહેલા એએસજીએ કહ્યું કે નીટ પીજી 2023 એડમિટ કાર્દ જાહેર કરવામાં આવ્યા છે. 


તમને જણાવી દઇએ કે વર્ષ 2023 દરમિયાન પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલને ડિગ્રી (MD, MS) અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં વર્ષ 2023-24 દરમિયાન પ્રવેશ માટે ઉમેદવારોની પસંદગી માટે આયોજિત કરવામાં આવનાર નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા પ્રવેશ પરીક્ષા NEET PG 2023 ના આયોજનને નિર્ધારિત તારીખ 5 માર્ચથી બે-ત્રણ મહિના આગળ વધારવાની માંગવાળી અરજી પર આજે 27 ફેબ્રુઆરીના રોજ સુનવણી થવાની હતી. નીટ પીજી 203 માટે અરજી કરનાર ઉમેદવારો દ્વારા દાખલ આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષા મે અથવા જૂનના અંત સુધી સ્થગિત કરવી જોઈએ.


NEET PG 2023 મુલતવી રાખવાની માંગ કરતી અરજીની અગાઉ 24 ફેબ્રુઆરી 2023ના રોજ પણ સુનાવણી થઈ હતી. આ કેસની સુનાવણી કરી રહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ એસ. જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તની ડિવિઝન બેન્ચે NBEMSને માગવામાં આવેલી માહિતી અને ઉમેદવારોના ઉકેલો સાથે તેનું સ્ટેન્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ સુનાવણી સોમવાર, 27 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી.